Gujarat

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – શ્યામ યુવા સંગઠન આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 ની તડામાર તૈયારી

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – શ્યામ યુવા સંગઠન આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 ની તડામાર તૈયારી

જુનાગઢ શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – શ્યામ યુવા સંગઠન દ્વારા બાયપાસ રોડ પર ક્રિષ્ના પાર્ટી પ્લોટ માં ગરબા નું આયોજન તા. ૦૩/૧૦/૨૦૨૪ થી તા. ૧૨/૧૦/૨૦૨૪ સુધી કરવામાં આવ્યું છે. આ આયોજન કડિયા સમાજ – જૂનાગઢના પ્રમુખશ્રી અને શ્યામ યુવા સંગઠનના સ્થાપક શ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલ ની આગેવાની માં તેમજ શ્યામ યુવા સંગઠનના પ્રમુખશ્રી મોહિતભાઈ ટાંક તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. આ આયોજન દર વર્ષની જેમ સાંજના ૮ થી રાતના ૧૨ વાગ્યા સુધી ખેલૈયા ગરબી ખેલશે તેમજ ખેલૈયાઓને દરરોજ ઇનામો આપવામાં આવશે
આ કાર્યક્રમમાં સિંગર તરીકે રિદ્ધિબેન પંડ્યા, જયદીપદાન ગઢવી, દીપકભાઈ કટારીયા તેમજ ઓરકેસ્ટ્રામાં સાગરભાઇ જેઠવા ની ટીમ દ્વારા ખેલૈયાઓને મનોરંજન પૂરું પાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ખેલૈયા રમી શકે તેમજ ૨૫૦૦ માણસો બેસી શકે તેવી ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ ગરબા ના આયોજનમાં સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે ફાયર સેફ્ટી, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ જૂનાગઢના નામાંકિત હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખશ્રી વિવેકભાઈ ગોહેલ, મોહિતભાઈ ટાંક, વરૂણભાઇ ચાવડા, રુશાંતભાઈ ચોટલીયા, હાર્દિકભાઈ ખેતાણી, દીપભાઈ વાઘેલા, સંજયભાઈ ચાવડા, અશોકભાઈ મારુ તથા ભાર્ગવભાઈ મારું એ જહેમત ઉઠાવી છે.
તો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના પરિવારોને ગરબા માટે લાભ લેવા ની વિનંતી પ્રમુખશ્રી ની એક અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.

IMG-20240928-WA0062-5.jpg IMG-20240928-WA0065-4.jpg IMG-20240928-WA0064-2.jpg IMG-20240928-WA0060-3.jpg IMG-20240928-WA0063-1.jpg IMG-20240928-WA0061-0.jpg