પાટણ..
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુર રેલ્વે સ્ટેશનને સ્ટોપેજ આપવા અંગે ધારાસભ્યે વડાપ્રધાનને પત્ર લખ્યો .
*રાધનપુર ધારાસભ્યની PM ને રજુઆત દિલ્હી સરાઈ રોહીલા ટ્રેન નં.20983 ને રાધનપુર રેલ્વે સ્ટેશને સ્ટોપેજ આપવા અંગે ધારાસભ્યે વડાપ્રધાનને પત્ર લખ્યો …*
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર રેલ્વે સ્ટેશનને સ્ટોપેજ આપવા અંગે ધારાસભ્યે વડાપ્રધાનને પત્ર લખ્યો છે.રાધનપુરનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખી રજુઆત કરી છે. દિલ્હી સરાઈ રોહીલા ટ્રેન નં.20983 ને રાધનપુર રેલ્વે સ્ટેશને સ્ટોપેજ આપવા અંગે ધારાસભ્યે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. 16 રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવીંગજી ઠાકોરના મત વિસ્તાર એવા સાંતલપુર,રાધનપુર થી પસાર થતી ભુજ થી દિલ્હી સરાઇ રોહીલા ટ્રેન નં.20983 નવી સુપરફાસ્ટ ટ્રેનને રાધનપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભારત સરકારના રેલવે મંત્રી અસ્વિની વૈષ્ણવને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે..
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા લખેલ પત્રમાં તેઓએ જણાવ્યું હતું છે કે ભુજ થી દિલ્હી સરાઇ રોહીલા ટ્રેન વીકમાં બે દિવસ શરૂ કરવામાં આવી છે.જેથી લોકોમાં આનંદની લાગણી છે, આ ટ્રેનનું સ્ટોપેજ રાધનપુર રેલ્વે સ્ટેશન પર આપવામાં આવેલ નથી જેથી આ ટ્રેનનું સ્ટોપજ આપવા માટે રાધનપુર, સાંતલપુર, સમી તેમજ આજુબાજુના હારીજ, કાંકરેજ સુધીના લોકોની માંગણી છે.
રાધનપુર રેલવે સ્ટેશનથી દિલ્હી ઘણા લોકો આવન જાવન કરે છે અને દિલ્હીમાં પણ આ વિસ્તારના ઘણા લોકો રોજગાર કામ ધંધા અર્થે સ્થાયી થઈ ગયા છે. ત્યારે લોકોને આવવા જવામાં સરળતા રહે તે માટે રાધનપુર રેલવે સ્ટેશનને સ્ટોપેજ આપવામાં આવે તેવી લોકોની માંગણી ને ધ્યાનમાં લઈ રાધનપુર રેલ્વે સ્ટેશન મધ્યનુ સેન્ટર હોય જેથી દરેક તાલુકાના લોકોને અનુકૂળ રાધનપુર રેલવે સ્ટેશન હોય સ્ટોપેજ આપવા લોકોની માંગણીને ધ્યાનમાં રાખી PM અને રેલવે મંત્રીને રાધનપુર વિધાનસભા ધારાસભ્ય દ્વારા પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.
રાધનપુર રેલ્વે સ્ટેશન મધ્યનુ સેન્ટર હોય PM અને રેલવે મંત્રીને રજુઆત:-
સાંતલપુર,રાધનપુર થી પસાર થતી ભુજ થી દિલ્હી સરાઇ રોહીલા ટ્રેન નં.20983 નવી સુપરફાસ્ટ ટ્રેનને રાધનપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભારત સરકારના રેલવે મંત્રી અસ્વિની વૈષ્ણવને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.





