Gujarat

પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતુ સ્પેશિયલ ઓપરેશન ગુપ

રોહન આનંદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ.વી.એસ.ગાવીત I/C પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી છોટાઉદેપુર નાઓની સુચનાથી છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સુચના હેઠળ એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસો ક્વાંટ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હક્કિત મળેલ કે, વડોદરા જીલ્લાનાં વરણામા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૭૦૫૪૨૩૦૬૦૯/૨૦૨૩ પ્રોહી કલમ -૬૫ એ, ઈ, ૯૮(૨), ૮૧ મુજબનાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જીગ્નેશ ઉર્ફે ભુરો શંકરભાઈ ઠકરાલા રહે-કતલા પટેલ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર(એમ.પી)નાનો કતલા ગામથી રેણધા તરફ જાય છે જે હકીકત આધારે વોચમા રહેતા સદરી ઇસમ આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે BNSS-2023 ની કલમ ૩૫(૧) જે મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે ક્વાંટ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર