Gujarat

GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માર્ગદર્શિત સાવરકુંડલા તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

આજરોજ સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા ખાતે સાવરકુંડલા તાલુકાકક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં પોરબંદર ડાઈટના પ્રાચાર્ય ડો.અલ્ટાફ રાઠોડ, અમરેલી ડાઈટના પ્રાચાર્ય  નિલેશભાઈ ચાપાનેરી,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ મહેદ્રભાઈ વીંછીયા,તાલુકા પ્રા. શિક્ષણાધિકારી ડાંગર સાહેબ  ઉપસ્થિત રહેલ.
ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકાની શાળાના બાળ વૈજ્ઞાનિક દ્વારા ભાગ લેવામાં આવ્યો જેમાં નિર્ણાયક  મલયભાઈ ગાધકડા હાઇસ્કુલ, સુરેશભાઈ હીરપરા સાહેબ,રોહિતભાઈ ઓઝા,નીતિનભાઈ સાવજ,હિરલબેન અમૃતવેલ હાઇસ્કુલ,ભેંસાણીયા જગદીશભાઈ દ્વારા સેવા આપેલ.સમગ્ર કાર્યક્રમનું આયોજન બીઆરસી ભવન સાવરકુંડલાના પરિવાર દ્વારા કરવામાં આવેલ.
બિપીન પાંધી