Gujarat

છોટાઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર નવરાત્રી મહોત્સવમાં ભવ્ય મહાઆરતીનું આયોજન

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા સહિત આગેવાનોએ નગરમાં આરતીનો લહાવો લીધો, સમગ્ર વાતાવરણ ધાર્મિક બન્યુ.
છોાઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ ઉપર છેલ્લા ૬૦ વર્ષથી નિરંતર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.  નવરાત્રિના પાવન પર્વ નિમિતે આજરોજ  મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ભાજપના આગેવાન ઉમેશભાઈ શાહ, પાવીજેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, નગર પાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ, જિલ્લા ભાજપના યુવા નેતા  સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા, પૂર્વ કોર્પોરેટર વંદન પંડ્યા સહિત નગરના આગેવાનોએ ઉપસ્થિત રહી માં જગદંબાની ભવ્ય આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
એજ રીતે છોટાઉદેપુર નગરના નિર્મળ સોસાયટીમાં ગરબાના આયોજનમાં પણ ભક્તોએ માં અંબાની ભવ્ય આરતીનો લ્હાવો લીધો હતો. જેમાં પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ભાજપના આગેવાન ઉમેશભાઈ શાહ, પાવીજેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા, આર.એફ.ઓ નિરંજનભાઈ રાઠવા, રમેશભાઈ ખત્રી અને કિરીટભાઈ શાહએ માં જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. જ્યારે માં જગદંબાના નવ દિવસના આ ધાર્મિક પર્વમાં ગરબાની રમઝટ સાથે ભક્તિ ભાવનો પણ સમન્વય જોવા મળી રહ્યો છે. જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યુ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર