Gujarat

“આંતર રાષ્ટીય બાલિકા દિવસ” અંતર્ગત જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ

આપતો (POCSO) અધિનિયમ-૨૦૧૨ અંગે જાગૃતિ પ્રોગ્રામ શ્રી કે.વી.એમ.વિદ્યાલય કેશોદ ખાતે યોજાયો

જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ- ૨૦૧૨ જે અંતર્ગત બાળક વિરુદ્ધના જાતીય ગુનાઓ જેવા કે જાતિય હુમલાઓ તે માટેની શિક્ષા ગુનામાં મદદગાર માટેની શિક્ષાનો સમાવેશ થાય છે. આવા ગુનાઓનું પ્રમાણ બાળકીઓ સાથે વધારે પ્રમાણમાં બનતું હોવાથી તે અંગેના જાગૃતિ પ્રોગ્રામ શ્રી કે.વી.એમ.વિદ્યાલય કેશોદ ખાતે યોજાયો. બાળકોને જાતીય ગુનાઓના પ્રકારો અને તે અંગેની સમજૂતી સાથે ની શોર્ટ ફિલ્મ સાથે આ કાયદા અંગે વિગતે ચર્ચા કરી હતી.

બાળકોના બીજા અન્ય કાયદાઓ , હેલ્પલાઇન નંબરો , ચિલ્ડ્રન હોમ તથા તેની વ્યવસ્થાઓ વિશે પણ વિગતે માહિતી આપી અને આ કાયદા ની વિસ્તૃત સમજ સમાજ સુરક્ષા વિભાગમાંથી આવેલ કાઉન્સેલર હંસાબેન દ્વારા આપવામાં આવી.

DHEW ટીમના કૃપાબેન, મીનાક્ષીબેન, OSC ટીમના અંકિતાબેન, PBSC કાઉન્સેલર જલ્પાબેન દ્વારા મહિલાલક્ષી યોજનાઓ, શાળાએ આવતી જતી વખતે રાખવાની સાવચેતીઓ, નવરાત્રી દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ, વિશે માહિતી આપી. શાળાના આચાર્ય શ્રી વર્ષાબેન ભાખર અને શિક્ષક ગણના સહયોગથી કાર્યક્રમને પૂર્ણાહુતિ કરેલ.