ઉનામાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતું ખાદ્ય તેલની મસમોટી કંપની ઝડપાય. ઉનામાં દેલવાડા રોડ પર એક તેલના ગોડાઉન પર ના.કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા જીલ્લા કલેકટરની સીધી દેખરેખ હેઠળ એક મકાનમાં દરોડા પાડી અંદાજે રૂ. 31 લાખનું શંકાસ્પદ ખાદ્ય તેલના ડબ્બા મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન સિલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ કલેકટર દિગ્વિજય સિંહ જાડેજાને બાતમી મળી હતી કે ઉના દેલવાડા રોડ પર ભવાની મિલ નામની તેલની કંપની આવેલી જેમાં મોટા પ્રમાણમાં ભેલ શેળ તેલમાં કરી લોકોનાં સ્વાસ્થય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. કલેકટરને બાતમી મળતા તત્કાળ ઉના એસ ડી એમ અને ટીમને જાણ કરી સ્થળ પર રવાના કરી તેલની મિલ પર દરોડો પાડયો હતો.
તંત્રની ટીમે ભવાની ઓઇલ મીલનો નજારો જોતાજ ચોકી હતી કારણ કે અહી અલગ અલગ મોટી બ્રાન્ડના કપાસિયા તેલ અને અન્ય તેના ડબ્બાઓ અને લેબ્લો મળી આવ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરતા ભેલ સેળ યુક્ત તેલ મળી આવ્યું હતું. જે આશરે રૂ.31 લાખ રૂપિયાની કિંમતનું ખાદ્ય તેલ અહી મળી આવ્યું.
કલેકટર દિગ્વિજય સિંહ જાડેજાના જણાવ્યા મુજબ પામ ઓઇલ અને અલગ-અલગ અન્ય વસ્તુઓને મિક્સ કરવામાં આવતી અને તેલના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીનાં સ્ટીકર ચિપકાવી આં તેલને માર્કેટમાં મોટા પ્રમાણમાં વહેચવામાં આવતું હતું. આરોપી વેપારીની પૂછપરછ કરતા તેમને સ્વીકાર્યું કે તે સસ્તી વસ્તુઓ અને પામ ઓઇલ નાખી મસમોટું વહેચાણ કરતો હતો.
એટલુજ નહિ કલેકટરની ટીમો દ્વારા જ્યા જ્યા શોપ અને અન્ય જગ્યા પર ડુપ્લીકેટ તેલ વહેચવામાં આવ્યું તે પન જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે.

