Gujarat

એનસીઈઆરટી ન્યુ દિલ્હી અને સમગ્ર શિક્ષણ કચેરી ગાંધીનગર આયોજિત 

જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં સમૂહગાન સ્પર્ધામાં શ્રી જે. વી મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને તથા સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાને પ્રદેશ કક્ષાના કલા ઉત્સવમાં સફળતા મેળવવા શુભેચ્છા પાઠવતાં શ્રી જે. વી મોદી હાઈસ્કૂલના ટ્રસ્ટીગણ તથા આચાર્ય તેમજ કર્મચારી ગણ.
એનસીઈઆરટી ન્યુ દિલ્હી અને સમગ્ર શિક્ષણ કચેરી ગાંધીનગર આયોજિત તા.૯-૧૦-૨૪ ના રોજ અમરેલી જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં  સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા શ્રી જે. વી. મોદી હાઇસ્કુલ સાવરકુંડલાના સંગીત વૃંદના વિદ્યાર્થીઓ… આગામી ૨૫/૨૬ ઓક્ટોબર પ્રદેશ કક્ષાએ યોજાનાર કલા મહોત્સવ સ્પર્ધા ભાગ લેવા જશે.. આ સફળતા બદલ શ્રી નુતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર તેમજ મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ અને શાળાના આચાર્ય  આશિષકુમાર એમ જોશીએ સંગીત શિક્ષક સંજયભાઈ મહેતા અને તેમના સંગીત વૃંદને અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવેલી.
બિપીન પાંધી