Gujarat

ગાયત્રી સંસ્કાર ધામ ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ની શાનદાર ઉજવણી

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, સંસ્કૃત શક્તિ ગુરુકુળ, રક્ષા શક્તિ સ્કૂલ સયુંકત નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં દીકરીઓ સુંદર ગરબા, આરતીની થાળી, દાંડિયા શણગારીને આવી હતી.
જેની સ્પર્ધા યોજાઈ હતી તેમ જ બધા દીકરા દીકરીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસની રમઝટ બોલાવી હતી. બેસ્ટ રાસ બેસ્ટ ડ્રેસ બેસ્ટ દાંડિયા બેસ્ટ ગરબા બેસ્ટ આરતીની થાળી શણગારીને આવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપે પ્રોત્સાહિત કરયા હતા.
સંસ્થાના વડા પૂ. શ્રી.ડો. રતિદાદાએ બધા દીકરા દીકરીઓને નવરાત્રી મહોત્સવની શુભકામના પાઠવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેકટર શ્રી ભારતભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શ્રી શીતલબેન મહેતા તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી