ઉના દેલવાડા રોડપર બાઈક અને બોલેરો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા બાઈક સવાર સહિત ત્રણને ગંભીર ઇજા પહોંચતા બે યુવાનના મોત નીપજ્યા છે જયારે એક ની હાલત ગંભીર હોય સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવેલ છે. અકસ્માત સર્જાતા બોલેરો કાર ચાલક ઘરના સ્થળે કાર મુકી નાશી છૂટ્યો હતો. આ અંગે પોલીસના ફરીયાદ નોંધાતા પોલીસે આગળની વઘુ તપાસ હાથ ધરેલ છે.

ઉના- નવાબંદર રોડ પર આવેલ રામપરા ગામનાં પાટિયા નજીક રોડ પર બાઈક નં. જી.જે.32 એસી 0476 અને બોલેરો કાર નં. જી.જે. 32 ટી 1815 વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ત્રિપલ સવારી બાઈકમાં મહેશ જીવાભાઈ બાંભણીયા તેમજ વિક્રમ ધીરુભાઈ બાંભણીયાને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા બંને યુવાનોના મોત નિપજ્યા હતા. જયારે દિવ્યેશ ઉર્ફે દિનેશ બાબુભાઈ બાંભણીયાને પણ ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.
જોકે અકસ્માત સર્જાતા બોલેરો કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકી નાશી છૂટ્યો હતો. આ અંગે દિવ્યેશ ઉર્ફે દિનેશ બાબુભાઈ બાંભણીયાએ ઉના પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બોલેરો કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ કરતા પોલીસે આગળની વધુ તપાસ કરી છે. અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત થતા તેમના પરિવારજનોમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું.

