સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત આગામી રવિવારે સ્પેશિયલ ડ્રાઇવ અંગેની અગત્યની બેઠક જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાણીની અધ્યક્ષતામા એકલવ્ય કોલેજ કલારાણી ખાતે યોજવામાં આવી હતી.

આ બેઠકની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ અને જિલ્લાના મહામંત્રી મેહુલભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ પરમાર,રમેશભાઈ રાઠવા,ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા સહ સંયોજક પરિમલભાઈ પટેલ, રવીશભાઈ ભીલ,શર્મિલાબેન રાઠવા,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ સહિત તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રીઓ સદસ્યતા અભિયાનના તાલુકાના ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ,જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અંદર વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

