નિવૃત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની વહારે આવતા ધારાસભ્ય કસવાલા
કસવાલા દ્વારા ૧૯૭૨ પછીના નિવૃત્ત થયેલ બહેનો માટે ગ્રેચ્યુઇટીની રકમ બાબતે જિલ્લા સંકલનમાં પ્રશ્ન લઈ મેળવી સફળતા

ધારાસભ્ય મહેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ અને જિલ્લા પોગ્રામ ઓફિસર મનીષાબેન, તાલુકા વિકાસ અધિકારી જે.ડી.વાઘાણીના વરદ હસ્તે લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યું
આજ રોજ આઇ.સી.ડી.એસ વિભાગ સાવરકુંડલા દ્વારા નિવૃત્ત થયેલ અને રાજીનામા આપેલ તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ગ્રેજ્યૂટી એક્ટ ૧૯૭૨ અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ અને સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનાં માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાહેબ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથો સાથ આ તકે અમરેલી જિલ્લા પંચાયતનાં આઇ.સી.ડી.એસ વિભાગનાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન મુલતાની પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે નગરપાલિકાનાં પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, જિલ્લા પંચાયતનાં સદસ્ય લાલભાઈ મોર, શરદભાઈ ગોદાની તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ મનુભાઈ ડાવરા તેમજ તાલુકા પંચાયતનાં સદસ્યશ્રીઓની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત બહેનો દ્વારા સમૂહ પ્રાર્થના કરીને કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મંચસ્થ તમામ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાવરકુંડલા ઘટક-૧-૨ નાં સી.ડી.પી.ઓ દક્ષાબેન ભટ્ટ દ્વારા તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી આજના કાર્યક્રમનાં હેતુઓ વિશે વાત કરવામાં આવેલ હતી, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન મુલતાની તાલુકા વિકાસ અધિકારીશ્રી જીગ્નેશભાઈનાં વદર હસ્તે પ્રતીક રૂપ બનાવેલ ચેક અર્પણ કરવામાં આવ્યું હતું

તેમજ હાજર રહેલ તમામ જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રીઓ અને તાલુકા પંચાયતનાં સદસ્યશ્રીઓનાં વરદ હસ્તે ગ્રેજ્યૂટી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, આ તકે આજનાં કાર્યક્રમનાં અધ્યક્ષ અને સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનાં લોક લાડીલા અને યુવા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવેલ હતું જેમાં કુલ ૧૯૨ નિવૃત્ત થયેલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આજે ગ્રેજ્યૂટીનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે જેની કુલ રકમ એક કરોડ બાણુ લાખ રૂપિયા આપવામા આવેલ છે. બાકી રહેતા બહેનોને પણ દિવાળી પહેલા તેમની ગ્રેજ્યુટીની રકમ મળી જશે તેવી ગેરંટી ધારાસભ્ય દ્વારા આપી પોતાનું વક્તવ્ય પૂર્ણ કરેલ. કાર્યક્રમનાં અંતે આઇ.સી.ડી.એસ વિભાગના આંકડા મદદનીશ ગૌરાંગભાઈ ચાંદુ દ્વારા તમામ મંચસ્થ મહાનુભાવોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો. આ સમગ્ર કાર્યક્રમનું એંકરિંગ આઇ.સી.ડી.એસ.વિભાગનાં ડીસ્મુ બ્લોક કો ઓર્ડીનેટર મુસ્તાકભાઈ મહેતર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર આઇ.સી.ડી.એસ.વિભાગનાં મુખ્ય સેવિકા બહેનો તેમજ સ્ટાફ ભાઈઓ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમ “અટલધારા” કાર્યાલયના ઈન્ચાર્જ જે.પી.હિરપરાએ અખબારી યાદીમા જણાવ્યુ હતુ.
બિપીન પાંધી

