Gujarat

યાત્રાધામ અંબાજી મંદિરમાં દાંતા અંબાજી ફિલ્ડ પત્રકાર ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ કરવા માં આવ્યું

*પત્રકાર દ્વારા સતત ચોથા વર્ષે મંદિર ના શિખરે ધજા ચડાવી *
યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલો ભાદરવી મહા મેળો માં અંબા ના આશીર્વાદ અને વહિવટી તંત્ર, સહિત સુરક્ષા તંત્ર ની કુનેહ અને સુચારૂ આયોજન ને લઇ નિર્વિઘ્ને સંપન્ન થયો. ત્યાર બાદ શક્તિ ઊપાસના પર્વ નવરાત્રી ની ઉજવણી ના ભાગ રૂપે અંબાજી મંદિર ખાતે દાંતા અંબાજી ફિલ્ડ પત્રકાર ટ્રસ્ટ દ્વારા  સોમવારે સાંજે માતાજી ના મંદિર શીખર પણ ધ્વજારોહણ કરવા માં આવ્યું હતું. આ શક્તિ ઊપાસના પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના ના નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર કૌશિક મોદી, મંદિર કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો અને અંબાજી તીર્થધામ ના આગેવાનો જોડાયા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*