Gujarat

ગોંડલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ધરોહર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

શાસ્ત્રીય સંગીત અને નૃત્યની કૃતિઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમા સતત વિકાસ થઇ રહ્યો છે. ત્યારે ૨૩ વર્ષના તેમના સફળ અને સક્ષમ નેતૃત્વની ઉજવણીના હેતુસર વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિકાસ સપ્તાહ હેઠળ સંગીત નાટક અકાદમી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા ગોંડલ ખાતે “ધરોહર સાંસ્કૃતિક કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ધરોહર સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીત ગાયન અને વાદનની વિશિષ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, સાથે જ વિવિધ પારંપરિક નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સિતાર અને તબલાની વિશેષ રજૂઆતે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રમા આંતરમાળખાકીય વ્યવસ્થાઓને સુદ્રઢ બનાવી વિદેશ સમકક્ષ સુવિધાઓ જનતાને પૂરી પાડી છે. આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ દ્વારા લોકોના વિકાસ માટેના પાયા મજબૂત કર્યા છે.