Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવા પત્રકાર જયેશભાઈ મોરીનો આજે જન્મદિવસ

સતવારા સમાજના યુવા આગેવાન જયેશભાઈ મોરીને તેમનાં જન્મદિવસના પ્રસંગે સંતો મહંતો અને રાજ્કીય તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો સહિત પત્રકાર મિત્રોએ ઢેર સારી શુભકામનાઓ પાઠવી.
મોરી પરિવારમાં આનંદની લાગણી છવાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેતા સતવારા સમાજના અગ્રણી યુવા આગેવાન જયેશભાઈ મોરીનો આજે જન્મદિવસ આ જન્મદિવસના અવસર પર મોરી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં છેવાડાનાં માનવીની સમસ્યાઓને ઉજાગર કરવા વિવિધ ટીવી ચેનલના માધ્યમથી રિપોર્ટર તરીકે આગવી ઓળખ ઉભી કરનાર અને હર હંમેશ લોકોના સુખ દુઃખમાં સહભાગી બનનાર હસમુખા સ્વભાવના જયેશભાઈ મોરીનો આજે જન્મદિવસ છે આ જન્મદિવસના પ્રસંગે મોરી પરિવારનાં પરિવારજનોએ જયેશભાઈ મોરીનુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને નિરોગી રહે તેમજ તેમનાં દીર્ધાયુ માટે પરિવારનાં સભ્યોએ માતાજી કુળદેવી પાસે પ્રાર્થના કરી હતી તેમજ જયેશભાઈ મોરીના જન્મદિવસના અવસર પર જયેશભાઈને સંતો મહંતો અને રાજ્કીય અગ્રણી આગેવાનો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો અને સતવારા સમાજના આગેવાનો સહિત ઈલેક્ટ્રોનિક ટીવી ચેનલના તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો સહિત સુરેન્દ્રનગરથી પ્રસિદ્ધ થતું સૌનું લોકપ્રિય ટંકાર મિડિયા દૈનિકના એડિટર મહેશભાઈ ઉતેરીયા આને તેમનાં પરિવાર તરફથી જયેશભાઈ મોરીને તેમનાં જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન સાથે ઢેર સારી શુભેચ્છાઓ પાઠવી હતી.