Gujarat

કાજુના કિલોએ 200 વધ્યા, મીઠાઇ મોંઘી બની

તહેવારો નજીક આવતા જ મીઠાઇ માટે વપરાતા રો-મટીરિયલના ભાવમાં ધરખમ ભાવ વધારો થયો છે. જેમાં કાજુના ભાવમાં પ્રતિકિલોએ રૂ. 200નો વધારો થયો છે. જેના કારણે કાજુમાંથી બનતી મીઠાઇઓ અને ડ્રાયફ્રૂટના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે.

હાલમાં બજારમાં ગત વર્ષે કાજુના ભાવ 750 હતા તેમાં આ વર્ષે ઉછાળા સાથે કિંમત 950 થઇ ગઇ છે. દિવાળીના તહેવારમાં માવાની મીઠાઇ કરતા કાજુની અને ડાઇફ્રુટની મિઠાઇની માંગ વધારે રહે છે. જૂનાગઢના મીઠાઇના વેપારી પ્રિતભાઇ સેજાણીએ જણાવ્યુ કે, આ વર્ષે કાજુ સહિતના ડાઇફ્રૂટના કિલોએ ભાવ વધ્યા છે. સૌથી વધુ કાજુના ભાવમાં વધારો થયો છે. જેને કારણે ગત વર્ષ કરતા આ વર્ષે કિલોએ 40નો વધારો થશે.

કોરોના બાદ લોકો હેલ્થને લઇને અવેર થયા છે અને મીઠાઇઓ ઉપર કન્ટ્રોલ મૂક્યો છે. જેના કારણે ડ્રાઇફ્રૂટની ડિમાન્ડ વધી છે. મીઠાઇમાં પણ ડ્રાઇફ્રૂટનો ઉપયોગ અને તેની મીઠાઇઓનો ઉપાડ થવા લાગ્યો છે.

તહેવારોમાં મીઠાઇનો ઉપયોગ વધારે થતો હોય છે પરંતુ હવે લોકો મીઠાઇ સાથે ડ્રાયફ્રૂટનો ઉપયોગ વધાર્યો છે. ઓછી ખાંડની મીઠાઇનો ઉપયોગ લોકોમાં વધારે થઇ રહ્યો છે. એમાં પણ કાજુની મીઠાઇનો ઉપયોગ વધારે થાય છે. માવાની મીઠાઇ કરતા વધારે વેરાઇટી કાજુની મીઠાઈમાં હોવાથી તેના વેચાણમાં વધારો થયો છે.