ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હીરાણી સાથે પત્રકાર બિપીનભાઈ પાંધીએ આ સંદર્ભે ટેલીફોનિક વાતચીત કરતાં રમેશભાઈ હીરાણીએ જણાવ્યું હતું કે લોકો હજુ પણ પોતાને ગ્રાહક તરીકે મળતાં અધિકારો માટે લડત આપવા ખચકાટ અનુભવે છે કે ઉપેક્ષા સેવે છે? એ સમજાતું નથી..! લોકો ફોન પર પોતાને પડતી મુશ્કેલીઓ વર્ણવે છે પરંતુ ખૂબ જ ઝૂઝ માત્રામાં ફરિયાદ નોંધાવવા સામે આવે છે. જો કે હવે તો ફરિયાદો પણ ઓનલાઈન થઈ શકે છે.
સિર્ફ હંગામા કરના હી હમારી ફિતરત નહીં, હમારી ચાહત હૈ કિ યે સૂરત બદલની ચાહિયે.
વાત જણે એમ છે કે સાવરકુંડલા શહેરમાં જીઓ નેટવર્ક ટાવર સિલ થતાં શહેરના અમુક વિસ્તારોમાં નેટવર્ક નહિવત મળતાં જીઓ નેટવર્ક ધારકો પરેશાન..સાંભળવા મળ્યા મુજબ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા કોઈ કારણસર જીઓના નેટવર્ક ટાવર સિલ કરવામાં આવેલ છે.. પરિણામ સ્વરૂપે જીઓ નેટવર્ક ધરાવતાં ગ્રાહકોને નેટવર્ક કનેક્ટીવીટી મળવા માટે ભારે પરેશાની થઈ રહી છે. આજનો યુગ જ ડીઝીટલ છે.

કૉમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે પણ ઇન્ટરનેટના ઉપયોગ અથવા મોબાઇલ વોટસએપ જેવી અનેક એપ્લિકેશન દ્વારા લોકો વાતચીત માટે તેમજ ઈન્ટરનેટ દ્વારા વોટસએપ જેવી એપ્લિકેશન દ્વારા અમુક વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે.. એમ ગણીએ તો નેટવર્ક એ આવશ્યક સેવા પણ ગણી શકાય. આ સંદર્ભે આ નેટવર્કનો ઉપયોગ કરતાં ગ્રાહકોને નેટવર્ક ન મળતાં ઘણી પારાવાર મુશ્કેલી થતી હોય છે જેનું વળતર આંકડામાં પણ કેમ કાઢી શકાય? વળી માનસિક વેદનાનું તો માપ જ ન કાઢી શકાય. આમ નેટર્વક ઠપ્પ થતાં જેમ વીજળી જતાં અંધારપટ છવાઈ બસ કંઈક એવો જ માહોલ સર્જાઇ છે. આવાં પગલાં દ્રારા લોકોને પડતી હાલાકી માટે જવાબદાર કોણ? એવો સવાલ પણ અહીં ઉપસ્થિત તો થાય છે. આ સંદર્ભ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક નંબર ૯૪૦૪૪૯૫૯૫૬ – દેવળા ગેઇટ વિસ્તારમાં રહેતાં કલ્પેશભાઈ કનુભાઈ રાઠોડની ફરિયાદને ધ્યાને લઈને આ ગ્રાહકને નેટવર્ક ન મળવાથી રૂ. ૨૩૦૦૦૦નું ધંધામા નુકસાન થવા પામેલ છે. આમા ફરિયાદી કલ્પેશભાઈ પોતે સ્વરોજગારી માટે ઓનલાઈન ધંધાકીય કામકાજ પણ કરે છે. જે સંદર્ભે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ડેફિશિયન્સી ઈન સર્વિસ અંતર્ગત Jiofibercare@jio.com ને ઈમેલથી ફરિયાદ કરેલ છે અને ગ્રાહકને થયેલ નુકશાન તેમજ વેલીડીટી વધારી આપવા રજૂઆત કરી છે. શહેરમાં આવા તો અનેક કિસ્સાઓ બન્યા હશે જેનું માત્ર અનુમાન જ લગાવી શકાય કારણ કે લોકો ખુલીને બોલી શકે કે ફરિયાદ કરી શકે એવું પણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હશે અને થશે એ આશાવાદ સાથે જ ચાલવાની વિચારસરણી પણ અમુક લોકો ધરાવતાં હોય શકે. એટલે આવા ગ્રાહકોનો એકઝેટ આંકડો કાઢવો એ પણ મૂંઝવણભરી પ્રક્રિયા ગણી શકાય ખરી .
બિપીન પાંધી

