Gujarat

રાજકોટ:કડવા પટેલ સેવા સમાજ દ્વારા 500 થી વધુ બાઈક સાથે રેલી યોજી ધ્વજાં મહોત્સવ ની  ઉજવણી કરાય

રાજકોટ જિલ્લા ના વેરાવળ-શાપર માઁ ગતરોજ કડવા પટેલ સેવા સમાજ દ્વારા માતાજીનો બીજો ધ્વજા મહોત્સવ ની ઉજવણી અંતર્ગત ધામધૂમથી યોજવામાં આવેલ હતો. જેમાં સમાજના સૂત્ર મુજબ માંગે છે સહકાર આપે છે સેવા ઈચ્છે છે
સંગઠન આવા સૂત્ર સાથે કડવા પટેલ સેવા સમાજ કામ કરી રહ્યો હોય ત્યારે માતાજીના આ બીજા ધજા મહોત્સવ ની અંદર 500 થી વધુ બાઈક સાથે મા ઉમા ના સંતાનોએ રાજકોટ શાપર નેશનલ હાઇવે પર આવેલ કલ્પવન સોસાયટી થી ના વિસ્તારથી લઈને મા ઉમિયા ધામ સરધારી ધાર સુધી રેલી યોજી માતાજી ને ધ્વજા ચડાવી ધ્વજાં મહોત્સવ યોજાયેલ હતો. જેમાં સરધારી ધાર ખાતે બિરાજમાન ઉમિયા માતાજી ની સામુહિક આરતી જ્ઞાતિ ના ભાઈઓ તથા બહેનો એ ઉતારી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ રાજકોટ