Gujarat

પીઠડિયાનાં ગેરકાયદેસર ટોલનાકાને નાબૂદ કરવા મહાજનો મેદાને !

4 લેન હાઇ-વૅ હયાત નથી, 6 લેન હાઇ-વૅ બન્યો નથી, સિંગલ પટ્ટી રોડ પર ટોલનાકાના નામે ગેરકાયદેસર ઉઘરાણા
કેન્દ્ર સરકારના નિયમ મુજબ બે ટોલનાકા વચ્ચે 60 કિ.મી.નું અંતર હોવું જોઇએ પણ અહીં તો 36 કિ.મી.માં બે ટોલનાકા !
રાજકોટ-જેતપુર હાઇ-વે પર નિયમ વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી ખડકી દેવાયેલ પીઠડિયા ટોલનાકા સામે અંતે વિરોધ જાગ્યો છે. જેતપુરના મહાજનો હવે પીઠડિયા ટોલનાકુ નાબૂદ કરવા માટે મેદાનમાં ઉતર્યાં છે. કેન્દ્ર સરકારના નિયમ વિરૂદ્ધ બે ટોલનાકા ૬૦ જોઈએ અહીં તો ૩૬ કિ.મી.ના અંતરમાં જ બે ટોલનાકા ધમધમી રહ્યાં છે, જે રહ કરવા અનેક વખત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં નિવેડો નહીં આવતા હવે દિવાળી પછી વેપારીઓ આંદોલનના મુડમાં આવી ગયા છે.
રાજકોટ-જેતપુર હાઈ-વેને કેન્દ્ર સરકારે સિક્સ લેન બનાવવાની ઘોષણા કર્યા બાદ કામ કરી આવ્યું છે. જેના કારણે રાજકોટ-જેતપુર વચ્ચેનો ફોર લેન હાઇ-વે અત્યારે હવાત રહ્યો નથી. રાજકોટ-જેતપુર વચ્ચે સીંગલ પટ્ટી હાઇ-વે જ કાર્યરત હોય જેના કારણે હજારો વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
૩ વર્ષ પહેલા કેન્દ્ર સરકારે બે ટોલકાના વચ્ચે ૬૦ કિ.મી.નું અંતર હોવું જોઈએ તેવી જાહેરાત કરી હતી અને ૬૦ કિ.મી.થી ઓછા અંતરમાં આવતા બે ટોલનાકામાંથી એક ટોલનાકુ રદ કરવાની પણ જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાત માત્ર દેખાવડો કરવા પૂરતી હોય તેવી છાપ ઉપસી રહી છે. કેન્દ્ર સરકારની જાહેરાત જેતપુર ચેમ્બર કોમર્સના પ્રમુખ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ના પ્રમુખ દ્વારા મહાજનોની રજૂઆતને ધ્યાને લઈ કેન્દ્ર સરકારમાં અનેક વખત રજૂઆત કરી પીઠડિયાનું ગેરકાયદેસર ટોલનાકુ રદ કરવા માંગણી કરી હતી.
જેતપુરના મહાજનોની અનેક રજૂઆત છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં અવ્ય હતું. અધુરામાં પરુ બદલે સમયાંતરે ટોલટેક્ષમાં વધારો ઝીકી દેવામાં આવ્યો હતો. ટોલનાકુ શરૂ થયું ત્યારે માત્ર ૧૦ રૂપિયા જ કારદીઠ લેવામાં આવતા હતાં, જે અત્યારે ૫૫ રૂપિયા સુધી પહોંચી ગયા છે. તાજેતરમાં ટોલબુથ દ્વારા પ રૂપિયાનો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
એક તરફ પીઠડિયા ટોલનાકુ ગેરકાયદેસર હોવા છતાં છડેચોક ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે જેની સામે મહાજનોએ બાંયો ચડાવી આંદોલનનું રણશીંગુ ફૂંકી દીધું છે. કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈ-વે ઓથોરિટીને દિવાળી સુધીમાં પીઠડિયાનું ગેરકાયદેસર ટોલનાકુ બંધ કરાવવા માંગણી આવી જો આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો દિવાળી બાદ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ની જનરલ બોર્ડની મિટીંગ બોલાવી આંદોલનના શ્રીગણેશ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
 પીઠડિયાનું ટૉલનાકુ રદ્દ કરો: રમેશભાઈ ખાચરિયા
જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ રમેશભાઈ ખાચરિયા વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોંડલ-શાપર નજીક જેતપુરના વેપારીઓને અવારનવાર ધંધાના કામે જવાનું થતુ હોય જેતપુરના ૧૦૦ જેટલા વેપારીઓએ ૩ વર્ષથી ધમધમતુ પીઠડિયા ટોલનાકા બાબતે ચેમ્બર ઓફ કોમર્સને અનેક વખત રજૂઆત કરી છે, જે રજૂઆતને ધ્યાને લઇ ઉપપ્રમુખે ગેરકાયદેસર ધમધમતુ ટોલનાકુ રદ્દ કરવું જોઈએ તેમ જણાવ્યું છે અને આ બાબત ચેમ્બર ઓફ કોમર્સમાં અનેક વખત ઠરાવ પણ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ટૉલનાકુ રદ્દ નહી થાય તો ચક્કાજામ સહિતના કાર્યક્રમોઃ જયંતિભાઈ રામોલિયા
જેતપુર નજીક આવેલ પીઠડિયાનું ગેરકાયદેસર ટોલનાકુ રદ કરવાની માંગણી સાથે મહાજનોએ આંદોલન શરૂ કર્યું છે ત્યારે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ના પ્રમુખ જયંતિભાઈ રામોલીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિયમ મુજબ બે ટોલનાકા વચ્ચે ૬૦ કિ.મી.નું અંતર હોવું જોઇએ પરંતુ અહીં ૩૬ કિ.મી.ના અંતરમાં ૨-૨ ટોલનાકા ધમધમી રહ્યાં છે. અધુરામાં પુરૂ ટોલનાકુ રહ કરવાના બદલે સમયાંતરે ટોલમાં ભાવવધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે દિવાળી પછી આંદોલન શરૂ કરી ચક્કાજામ સહિતના કાર્યક્રમો કરવાની જાહેરાત કરી છે.