Gujarat

એમ.પી માંથી ગુજરાત રાજ્યમાં સ્કોર્પીયો ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિ.રૂ. ૨,૮૬,૩૫૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી કવાંટ પોલીસ 

ઈમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા. અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી આવતા રસ્તા ઉપર નાકાબંધી પોઇન્ટો ઉભા કરી વાહન ચેકીંગની કામગીરી હાથ ધરેલ હતી અને આજ રોજ કવાંટ પોસ્ટેના પો.ઈન્સ એ.આર. પ્રજાપતિ નાઓની સૂચના આધારે કવાંટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ રેણધા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગની કામગીરી કરતા હતા.
જે દરમ્યાન મધ્યપ્રદેશના છકતલા ગામ તરફથી એક સ્કોર્પીયો ગાડી આવેલ જેને વાહન ચેકીંગની કામગીરી કરતા પોલીસ કર્મીઓએ ઉભી રાખવા ઈશારો કરતા સ્કોર્પીયો ગાડીના ચાલકે પોતાનું વાહન ઉભું રાખેલ નહિ અને કવાંટ તરફ પુરઝડપે હંકારી મુકેલ જેથી પોલીસ કર્મીઓ સદરી ગાડીનો પીછો કરી નવાલજા ગામે પકડી પાડેલ પરંતુ ૨કોર્પીયો ગાડીનો ચાલક સ્થળ ઉપરથી રોડની બાજુમાં આવેલ ખેતરોમાં થઈ નાશી જવા સફળ થયેલ જે બાબતે પો.ઈન્સ એ.આર.પ્રજાપતિ નાઓને પણ જાણ થતા તેઓ બનાવ સ્થળ ઉપર આવી ગયેલ અને આગળની કાર્યવાહી હાથ ધરી મહિન્દ્રા કંપનીની રડોર્પીયો ગાડી નંબર MP-09-LH-8811 માંથી ગેરકાયદેસર વગર પાસ પરમટિ ભારતીય બનાવટનો વિદેશી દારૂ GOA Spirit of smoothness Whisky 180 ML ની બોટલ નંગ- ૨૪૯૦ ની કિરૂ. ૨,૮૬,૩૫૦/- તથા સદરી પ્રોહી મુદ્દામાલની હેરાફેરી ક૨વા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા રકોપીયો ગાડી નંબર MP-09-LH-8811 ની કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૩૯,૩૫૦/- નો મુદ્દામાલ કબજે કરી કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગાણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર