કોર્ટમાં ગેરહાજર રહેતી બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સરખેજના ફિરોઝ મોહમ્મદ પાયક સામે ફરિયાદ નોંધાઈ છે. જામીન પર મુક્ત થયા પછી મુદતમાં હાજર ન રહેવાના લીધે કોર્ટે ર્નિણય લીધો છે. ગાંધીનગરમાં બીએનએસના નવા કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ છે. કોર્ટમાં ગેરહાજર રહેતી બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
સરખેજના ફિરોઝ મોહમ્મદ પાયક સામે ફરિયાદ નોંધાઈ છે. જામીન પર મુક્ત થયા પછી મુદતમાં હાજર ન રહેવાના લીધે કોર્ટે ર્નિણય લીધો છે. આ ઉપરાંત સુરતના નીતાબેન નગીનભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. આરોપી સુરત અને સરખેજના હોવાનું સામે આવ્યું છે. ૨૦૧૯ના નેગોનો કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલતો હતો. સુરત ભુસ્તરશાસ્ત્રી કચેરી ખાતેના નીતાબેન નગીનભાઈ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તેઓની સામે પણ ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં તેઓને કોર્ટે પાંચ હજારના જામીન આપ્યા હતા. તેમ છતા તેઓ કોર્ટ સમક્ષ મુદતે હાજર રહ્યા ન હતા. ગાંધીનગર કોર્ટમાંથી જામીન મેળવી લીધા પછી સતત મુદ્દતમાં ગેરહાજર રહેનાર મહિલા સહિત બે વિરુદ્ધ કોર્ટ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવતાં સેકટર – ૭ ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
કોર્ટ મુદતમાં ગેરહાજર રહેનાર આરોપીઓ વિરુદ્ધ કોર્ટ રાહે વોરંટ ઈસ્યુ કરી કાર્યવાહી કરવામાં આવતી હતી. ત્યારે ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદા મુજબ આવા આરોપીઓની વિરુદ્ધ અલગથી ફોજદારી ગુનો પણ દાખલ કરી શકાય છે. અત્યાર સુધીમાં આ પ્રકારની ત્રણ ફરિયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.

