Gujarat

મહુધા કોલેજમાં રંગોળી સ્પર્ધા યોજાઈ : વિધાર્થીઓની સર્જનાત્મક પ્રતિભાને મળ્યું પ્રોત્સાહન

લલિતકલા સમિતિના આયોજનમાં ૧૩ વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ : વિજેતાઓને સન્માનપત્ર એનાયત

મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, મહુધામાં વિદ્યાર્થીસંઘની લલિતકલા સમિતિ દ્વારા તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ૧૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

કાર્યકારી આચાર્ય ડો. કે.આર.પટેલે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહેવા પ્રેરણા આપી હતી. સ્પર્ધામાં પઠાણ મલેક અક્સાફાતમા.ટી પ્રથમ, વાળંદ ધૃતિ.પી દ્વિતીય અને મલેક રૂમાનાબાનુ.એમ તૃતીય સ્થાને રહ્યા હતા. વિજેતાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે પ્રો. આર.જે.પટેલ, ડો. કે.યુ.સુથાર અને પ્રા. વિજયસિંહ ડાભીએ કામગીરી સંભાળી હતી, જ્યારે સમગ્ર આયોજન ડો. કે.આર.ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું.

તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા