Gujarat

શ્રી મોગલમા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત.. ચલાલામાં શિવસાંઇ રાહત દરે ભોજનાલય પુજ્ય મહાવીર બાપુના વરદ હસ્તે ખુલ્લુ મુકાયુ

અંશાઅવતાર દાનમહારાજની પાવન ભુમી એવા દાનેવધામ ચલાલા મા શ્રી મોગલમા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત..”શિવસાંઇ રાહત દરે ભોજનાલય” શ્રી દાનમહારાજની જગ્યાના લધુમંહત પુજ્ય મહાવીરબાપુના વરદ હસ્તે સંતો મંહતો અને મહાનુભવોની વિશેષ ઉપસ્થિતીમાં ધાર્મિક વાતાવરણમાં ખુલ્લુ મુકી દિપ પ્રાગટ્ય કરાયુ હતુ..
ચલાલા પંથકના સીનિયર સીટીઝન, નાના ધંધાર્થી, મજુરીકામ કરતા ભાઇઓ..શારીરીક અશક્ત,વૃધ્ધો..એકલ દોકલ રહેતા પરીવારો, વેપાર માટે બહાર થી આવતા સેલ્સમેનો સહીતનાઓને એકદમ રાહત ભાવે માત્ર રૂપીયા ૫૦ મા શુધ્ધ સાત્વિક ભરપેટ અનલિમિટેડ ફુલડીસ ,સાંઇનાથ ભગવાનનો ભોજન પ્રસાદ સરળતાથી સુવિધાયુક્ત બિલ્ડીંગમાં મળી રહે તે માટે શ્રી મોગલમા માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી  રાજેશભાઇ જાની, અને બ્રહ્મસમાજના પ્રમુખ  લલીતભાઇ મહેતાની આગેવાની અને તેના માર્ગદર્શન નીચે શિવસાંઇ રાહત દરે ભોજનાલય આજથી ચાલુ કરવામા આવેલ છે..શારીરીક અશક્ત અને દુર રહેતા સીનિયર સીટીઝનો માટે ધર બેઠા કાયમ ટીફીન પહોચાંડવાની વ્યવસ્થા પણ આ સંસ્થા દ્રારા કરવામા આવેલ છે..
 
આ કાર્યક્રમમાં  પુજ્ય મહાવીર બાપુ,ભીમનાથ મહાદેવ મંદિરના મંહત પુજ્ય શ્રી મયુરબાપુ, જાણીતા કથાકાર શાસ્ત્રી  ખોડીદાસભાઇ મહેતા, આ સંસ્થાના સહયોગી અને જાણીતા કોન્ટ્રાક્ટર  હરેશભાઇ કાથરોટીયા,ચલાલાના સેવાભાવી રત્ન  અશોકભાઈ જોષી, પટેલ વાડીના પ્રમુખ  ધનશ્યામભાઇ કાકડીયા,રામાનંદી સાધુસમાજના પ્રમુખ  બાલાબાપુ દેવમુરારી, ભૈયલુભાઇ વાળા, પ્રકાશભાઇ કારીયા,ચીમનભાઈ વિઠલાણી,પુર્વ સદસ્ય  અશોકભાઈ કાકડીયા,ચાપરાજભાઇ ધાધલ, અરવિંદભાઈ ઉપાધ્યાય,અશોકભાઇ તલાટીયા,વરીષ્ઠ પત્રકાર  પ્રતાપભાઇ વાળા, બીપીનભાઇ રાઠોડ, સંજયભાઈ કારીયા,મહીલા આગેવાન  રેખાબહેન ગોસ્વામી સેંજલબહેન ભટ્ટ સહીતના મહાનુભવો ઉપસ્થિત રહી યથા શકિત મુજબ આર્થીક યોગદાન આપ્યુ હતું…અને સંસ્થાની નિસ્વાર્થ  સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી..ઉપસ્થિત સંતો મંહતો અને મહાનુભવો ને અને સંસ્થાના સેવક  મિતેશભાઇ ભટ્ટને સંસ્થા દ્વારા શાલ અને પુષપગુચ્છથી માનભેર સન્માનિત કરાયા હતા..આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય સંચાલક  રાજેશભાઇ જાની, લલીતભાઇ મહેતા,જે.ડી. ડોબરીયા, ભુપતભાઇ બારોટ, મિતેશભાઇ ભટ્ટ, દિપ મહેતા, વિજય મહેતા,ધર્મેન્દ્ર જાની,રાજુ કડીયા,ખિમજીભાઇ કડીયા,મયુર રાજ્ય ગુરૂ, સહીતના સેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી..અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..તેમ પ્રકાશ કારીયાએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી