જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અનેક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં લોકો દ્વારા સામુકિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ચોકી, દરબારગઢ વિસ્તાર સહિતના સ્થળોએ લોકોએ સફાઈ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

