Gujarat

૧૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂટણી ને ધ્યાનમાં લઇ ચુંટણી કમિશ્નરે પાટણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

પાટણ
ફરી એકવાર રાજ્યમાં ચુંટણીનો માહોલ જામ્યો, આવનારી ૧૯ ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામન્ય અને પેટા ચુંટણીને ધ્યાનમાં લઇ ચુંટણી કમિશ્નર દ્વારા પાટણમાં નવા સરકીટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કમિશ્નરને જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની તૈયારીઓ, આદર્શ આચારસંહિતાનું પાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં રાજ્ય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે ઉપસ્થિત તમામ અધિકારીઓને જણાવ્યું હતું કે, જે સમગ્ર પાટણ જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવામાં કોઈ બાબત અવરોધરૂપ ન બને એનું ખાસ ધ્યાન રાખવું. ચૂંટણીની પ્રક્રિયા સાથે જાેડાયેલા અધિકારી અને કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધ્યાને રાખવાની બાબતો અંગે યોગ્ય તાલીમ આપવા માટે કમિશ્નરએ સૂચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, મદદનીશ ચૂંટણી કમિશનર વસંતભાઈ સોલંકી, નિવાસી અધિક કલેકટર એન.ડી.પરમાર, મદદનીશ કલેક્ટર સચિન કુમાર, નાયબ પોલીસ અધિક્ષક આર.પી.ઝાલા, પ્રાંત અધિકારીઓ તથા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
વધુમાં વધુ નાગરિકો મતદાન કરીને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને એવા પ્રયાસો કરવા તેઓએ જણાવ્યું હતું. તમામ મતદાન મથકો પર કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન થાય અને ત્યાં સ્વચ્છતા જળવાય એની તકેદારી રાખવા પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે સંયુક્ત ચૂંટણી કમિશ્નર એન.કે.ડામોરે જવાબદાર અધિકારીઓને મતદાન મથક અને મતદાન ગણતરી મથક પર રાખવાની થતી તકેદારીઓ અંગે વિગતવાર સૂચનાઓ આપી હતી.

Review-meeting-with-top-officials-of-Patan-district.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *