હાલ જ્યારે દિવાળીના તહેવાર શરૂ થવાના છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લોકો દિવાળીની હર્ષો ઉલ્લાસથી તૈયારી કરતા હોય છે. ત્યારે દિવાળીમાં ખાસ કરીને સમગ્ર ભારતમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવે છે.
ત્યારે જુનાગઢમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરી વેચાણ કરતા બે શખ્સોને એસઓજીએ ઝડપી પાડ્યા છે. જૂનાગઢના ઝાલણસર નજીક ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરી વેચનાર અશ્વિન ધનજી વોરા અને નરેશ પુના ચોથાણીને 21 લાખથી વધુના ફટાકડા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
પકડાયેલ બંનેની શખ્સો દ્વારા માનવ જિંદગી જોખમાય તે રીતે ફાયર સેફ્ટીના કોઈપણ સાધનો અને પરવાના વિના ફટાકડાનું વેચાણ કરતા હોવાનું જુનાગઢ એસઓજીને બાતમી મળી હતી.

