Gujarat

જૂનાગઢ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ નજીક દીવાલ પર મસ્તી કરતા બે બાળસિંહ જોવા મળ્યા, થોડીવાર માટે વાહનોના પૈડા થંભી ગયા

જૂનાગઢ અને અમરેલીમાં રસ્તા પર સિંહના લટારના વીડિયો સામાન્ય બન્યા છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં પણ અવારનવાર સિંહ આવી જતા હોય છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ નજીક બે બાળસિંહ લટાર મારતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રાત્રિના સમયે વાહનોની અવરજવર વચ્ચે બંને બાળસિંહ દીવાલ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા.

જૂનાગઢ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ નજીકથી પસાર થતા રસ્તા પર દીવાલ પર બેસેલા બે બાળસિંહનો વીડિયો વાઈરલ થયો છે. રાત્રિના સમયે રસ્તા પર બે બાળસિંહને જોઈ વાહનચાલકોએ પણ પોતાના વાહનોને બ્રેક બાળસિંહોનો વીડિયો ફોટો લીધા હતા.

આ મામલે ભવનાથ ક્ષેત્રના વન વિભાગના અધિકારી અરવિંદ ભાલીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ગિરનાર જંગલમાં ઘણા સિંહો અને અન્ય જીવો વસવાટ કરે છે. ત્યારે ઘણી વખત સિંહો ભવનાથના રસ્તા પર આવી ચડે છે પરંતુ આ સિંહોએ અત્યાર સુધીમાં કોઈને હાની પહોંચાડી નથી અને સિંહો ભવનાથનો રસ્તો ક્રોસ કર્યા બાદ ફરી જંગલમાં જતા રહે છે.