Gujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રદીપ ઉર્ફે માયા ડોન હત્યા કેસમાં એક વર્ષથી ફરાર મુખ્ય આરોપી સહિત ૩ને ઉત્તરપ્રદેશથી પકડ્યા

અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને નાસ્તા ફરતા આરોપીને પકડવામાં મોટી શાફ્લતા મળી છે અમદાવાદના સોલા, ચાંદલોડિયા વિસ્તારમાં માથાભારે ગણાતા પ્રદીપ ઉર્ફે માયા ડોનની હત્યામાં કરાઈ હતી. આ હત્યા કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતાં મુખ્ય આરોપી અનિશ પાંડે સહિત ત્રણ આરોપીઓની ઉત્તરપ્રદેશથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
૨૦૨૦માં ૧૨ ડિસેમ્બરે વહેલી સવારના છ વાગ્યાના સુમારે સોલા પરસોત્તમનગર વિભાગ-૨ માં રહેતાં પ્રદીપ ઉર્ફે માયા બ્રહ્મપ્રકાશ યાદવને અગાઉના ઝઘડાની અદાવતમાં હુમલો કરાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા હતા. બાતમી મળી હતી કે, ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી અનીસ પાંડે ઉર્ફે જીજા તેના વતન યુ.પી. ખાતે છુપાઈને રહે છે. જે આધારે ઁજીૈં એમ.એમ.ગઢવી નાઓ એક ટીમ સાથે ઉત્તરપ્રદેશ તેના વતન ખાતે ગયા હતા. ત્યાં વોચ રાખેલી તેમજ પો.સ.ઈ. એ.એસ. સલીયા નાઓએ ટેક્નિકલ સર્વેલન્સ રાખી મુખ્ય આરોપી શિવાનંદ ઉર્ફે અનિશ ઉર્ફે જીજા પાંડે, ઉ.વ.૨૯, રહે. સી/૧ સરસ્વતીનગર વિભાગ-૨, સત્યા રેસીડેન્સીની પાસે, ન્યુ રાણીપ, અમદાવાદ શહેર મુળ વતનઃ ગામ ભૈંસા પાન્ડે થાના-મુન્ડેરવા તા.જી.બસ્તી ઉત્તરપ્રદેશને તેના વતનમાંથી પકડી પાડેલો તેમજ અન્ય બે આરોપીઓ રાહુલ સન/ઓફ અમરનાથ કોરી, ઉ.વ.૨૨, રહે. બી/૧૪ સરસ્વતીનગર વિભાગ-૨, સત્યા રેસીડેન્સીની પાસે, ન્યુ રાણીપ અમદાવાદ શહેર મુળ વતનઃ ગામ રામગઢ થાના-જામુ તા.જી.અમેઠી ઉત્તરપ્રદેશ અને પ્રિતમ સન/ઓફ કૈલાસ નારાયણ ગોહિલ, ઉ.વ.૨૪, રહે.દેસાઈની ચાલી, નવ સંસ્કાર સ્કુલની પાછળ, ચાણકયપુરી, ઘાટલોડીયાની ધરપકડ કરી હતી. અનીશ પાંડે ઉર્ફે જીજા તથા તેના મિત્રો રાહુલ શર્મા, અનીલ કોરી, રાહુલ કોરી, નિતીન, પ્રિતમ, અમાવશ તથા અમાવશનો મિત્રએ તલવાર, છરીઓ, ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રદીપ ઉર્ફે માયા તથા તેના મિત્રો વિશ્વજીત, અક્ષય ભરવાડ અને કાજલને શરીરે માર મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. જેમાં પ્રદીપ ઉર્ફે માયાનુ મૃત્યુ નિપજાવી આ ગુનાનો મુખ્ય આરોપી અનીસ પાંડે ઉર્ફે જીજા તથા તેના સાગરિતો રાહુલ કોરી અને પ્રિતમ છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા હતાં. જ્યારે રાહુલ શર્મા, નિતીન યાદવ, અમાવશ અને અનીલ કોરી પકડાઇ ગયા હતા.

Ahmedabad-Crime-Branch.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *