Gujarat

દરેક સમાજ ની સમસ્યા સોનલ ડાંગરિયા ના અનુભવો

*સામાજીક સંદેશ 📧*
*દરેક સમાજ ની સમસ્યા સોનલ ડાંગરિયા ના અનુભવો 🙏🏻🙏🏻

તાજેતરમાં લગ્ન વિષયક સમસ્યાઓમાં ઉપરા ઉપરી બે ત્રણ કોર્ટ કેસ ખુબ દુઃખદ આવ્યાં. એમાં Main પ્રોબ્લેમ એ છે કે લગભગ *25 થી 27 વર્ષની ઉંમરે પરણીને આવેલી દીકરીને* ખીચડી થી માંડી ને કંઈ જ બનાવતા કે *કામ કરતાં આવડતું નથી અથવા તે જૂઠું બોલે છે કે તેની દાનત નથી.* એમાંથી જે હોય તે પણ સાસરિયાં માટે સમસ્યા સરખી જ રહે છે. દીકરી ડોકટર, એન્જિનિયર કે જે હોય તે પણ પેટ તો દરેક ને હોય જ છે. અને *રસોયણ, ઝોમેટો, sweegy કે ટિફિનમાં આખી જિંદગી જીવી ન જ શકાય.*

સાસરિયા પણ વહુ લાવતા હોય તો તેમની કઈક તો અપેક્ષા હોય જ. અને 27 વર્ષની ઉંમરે તેઓ પાઠશાળાનાં અણઘડ બાળકને તો ન જ લાવતા હોય અને દરેક માણસ દરેક કામ શીખીને જન્મ્યું નથી હોતું પણ શીખવાની અને શીખવાડવાની પણ એક ઉંમર હોય, અને ઘણા કેસમાં તો શીખવાડી શકે તેવું કોઈ સાસરામાં ન પણ હોય. એની પણ વ્યવસ્થા થાય, *પણ શીખવાની કે કરવાની દાનત અને તૈયારી તો અનિવાર્ય જ છે ને??* પણ આ તો પિયરમાં કંઈ હોય કે ન હોય પણ સાસરે આવે એટલે 100% ટીવી સિરિયલોની વહુઓની જ રહેણી કરણીની હવામાં જ હોય છે. રસોયા, નોકર, નોકર થી થોડો અપગ્રેડ પતિ, પાર્લર, પિક્ચર, પિકનિક, ટૂર, બહુ તો નોકરી કે પછી અભ્યાસનું બહાનું ! અને એ કંઈ પૂરું ન થાય કે વાંધો વિરોધ થાય તો કોર્ટ ની ધમકી…..

આ પરિસ્થતિમાં હવે દીકરાઓને પરણાવવાની પણ ખુબ જ બીક લાગે છે અને *દીકરીનો કે પોતાનો વાંક કબુલવાને બદલે દીકરીઓના પિયરીયાની દાદાગીરી અને દખલગીરી એટલી વધી ગઈ છે કે તેણે સામાજિક વ્યવસ્થાનો સત્યા નાશ કર્યો છે…..* પોતાની 27 વર્ષની દીકરી સાવ અણઘડ અને વેતા વગરની છે તેમાં પોતાની જ જવાબદારી છે તેવી કોઈ શરમ કે ગુન્હાહિત કબૂલાત, કે હજી તેને કંઈ જ શીખવવાને બદલે *સાસરામાં કંઈ કહેવા કે શીખવવાનો પ્રયત્ન કરવામા આવે તો તેને સાસુ કે નણંદ નું ભાઈ ભાભીના જીવનમાં ઇન્ટર ફિયરન્સ* થતું હોવાનો વાહિયાત અને મૂર્ખ હોબાળો કરવામાં આવે છે… જેને દેશી ભાષામાં *લાજવાને બદલે ગાજવું* કહેવાય.

દરેક રજાઓ કે વેકેશનમાં આ છોકરી ઓને અને તેના માં બાપને હીલ સ્ટેશન જવા જોઇશે, પછી ભલે બાળક ન હોય કે ભણતું ન હોય અને તેને વેકેશન સાથે કોઈ લેવાદેવા ન હોય, પતિ પ્રાઇવેટમાં નોકરી વ્યવસાય કરતા હોય, રજા, પૈસા વગેરે mannage થાય તેમ ન હોય, ઘરમાં વૃધ્ધો હોય તે નો પ્રોબ્લેમ થાય તેમ હોય, અમુક થી નાના બાળકને લઈ ફરવું આ વાતાવરણમાં સલાહ ભર્યું ન હોય, પણ જવું એટલે જવું. *અને માં બાપ પણ સાચી સલાહ આપવાને બદલે ઉત્તેજન આપે* અને પોતાની સાથે એકલી પરણેલી દીકરીને પણ ટૂરમાં લઇ જવાની બેહૂદી વાત કરે. અને દીકરાની વહુ માટે આનાથી તદ્દન વિપરીત અપેક્ષા અને વર્તન હોય.

*આ બધી લાગણીઓના અતિરેક લગ્ન જીવનની ઘોર ખોદી નાખી છે.* અને તેમાં કાયદાઓ અને કોર્ટોએ મીઠું ભભરાવવાનું કામ કર્યુ છે. મારા 4 વર્ષના અનુભવમાં આવા dispute માં 70% થી વધુ વાંક સ્ત્રીઓ અને એનાં પિયરીયાનો મેં અનુભવ્યો છે અને તેમાં છેલ્લા દાયકામાં તો પરિસ્થિતિ ખુબ જ વકરી ગયેલ છે. *મોટા ભાગના ઘર કુટુંબોમાં હવે વહુઓને સારી જ રીતે રાખવામાં આવે છે પરંતુ તેનો ગેરલાભ ઉઠાવવા માં આવે છે.* હવે, ખાસ કરીને, વાનગી ક્લાસ ચલાવતી બહેનોએ ચાઈનીસ, પંજાબી ને બદલે ખીચડી, રોટલી, દાળ-ભાત, શાક ના ક્લાસ ચલાવવાની જરૂર છે જે ઘરમાં શીખવવામાં આવતું નથી. અને કોર્ટો એ આ બધી જ બાબતો લક્ષ્યમાં લેવાની જરૂર છે.

*પ્રી વેડિંગ શૂટિંગ થી દસમા ભાગનું ધ્યાન પણ પ્રિ વેડિંગ ટ્રેનીંગ કે કુકિંગ માં આપવામાં આવે તો ઘણા ઘર ભાંગતા બચી જાય.* અપવાદ રૂપ કેસમાં ખરેખર દુઃખ ત્રાસ આપતા હશે પણ *90% કેસમાં હવે ત્રાસ આપનારા બદલાઈ ગયાં છે.* અને આવી માથે ચડાવેલી અણઘડ દીકરીઓ પછી પિયરમાં ભાઈ ભાભી માટે પ્રોબ્લેમ ઊભા કરે છે અને *માં બાપની હયાતી પછી સમાજ માટે પણ પ્રોબ્લેમ રૂપ બને છે.* *કોર્ટ* માત્ર ભરણ પોષણ, restitution, separetion કે ડિવોર્સ અપાવી શકે છે, તે *ઘર, કુટુંબ, પતિ, બાળક, સલામતી, હોદ્દો કે અનુશાસન અને રાંધણ કળા અપાવી શકતી નથી* , એ તો શીખશો તો જ પામશો.

*સારૂ લાગે તો સામાજીક સુધાર માટે વધુ લોકો સુધી આગળ આ સંદેશ પહોંચાડવા સહભાગી બનશો!!!*
નોંધ: દિકરીઓ નાં વાલીઓ એ આમાંથી બોધપાઠ લઈને, સામાજિક સ્તર માં સુધારો લાવવાની દિશામાં જરૂરી પગલાં ભરવા વિનંતી છે જે તેમનાં સંતાનો નાં અને સમાજના હિત માટે આવશ્યક છે..

સોનલ ડાંગરિયા

સમાજ સેવા કેન્દ્ર,
પોલીસ સમન્વય,
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન.

ઓફિસ નંબર 246,વિંગ એ,જાસલ કોમ્પ્લેક્સ નાણાવટી ચોક,૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ

IMG-20211202-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *