ભચાઉ નગરના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી 26 બંગલા સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને ત્રણ દિવસ પૂર્વે ઘર બહાર આખલાએ હડફેટે લીધા હતા.
આ ઘટનામાં ઇજા પામેલા વૃદ્ધાનું ભુજ બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. સ્વજનના નિધનથી પરિવારમાં શોક ફેલાયો હતો.
રાપરમાં પણ આખલા હડફેટે લોહાણા સમાજના અગ્રણીનું થોડા દિવસો પહેલા મોત નીપજ્યું હોવાનો બનાવ તાજો છે ત્યાં વાગડમાં વધુ એક માનવ જિંદગી રખડતા ઢોરના કારણે મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી. ભચાઉમાં ઘવાયેલા વૃદ્ધાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.

