સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરતા ૩૨ વર્ષના યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. જ્યારે ઘરે બેભાન થઇ ગયેલી યુવતીનું મોત થયું છે. સયાજી હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વી.આઇ.પી. રોડ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષની જ્યોતિકા ભાઇલાલભાઇ ચૌહાણને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો.
ગઇકાલે સાંજે અચાનક બેભાન થઇ જતા તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનું મોત થયું હતું. જ્યારે અન્ય એક કિસ્સામાં કલાલી ફાટક ચાણક્ય નગરીમાં રહેતા ૩૨ વર્ષના પવનકુમાર સુરેશભાઇ શર્મા કલાલી વીસીન્ઝા હાઇટ્સ રેસિડેન્સી ખાતે સિક્યુરિટીની નોકરી પર હાજર હતા.
તે દરમિયાન અચાનક બેભાન થઇ જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. પવનકુમારના પિતાએ જણાવ્યું હતું કે, મારા દીકરાને કોઇ જ બીમારી નહતી. ગઇકાલે રાતે એટેક આવતા તેનું મોત થયું હતું.

