જનરલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત એ.આર.ટી સેન્ટર, છોટાઉદેપુર ખાતે એપી પ્લસ સંસ્થા, વડોદરા દ્વારા 30 ઓક્ટોબર 2024 નાં રોજ દિવાળી નિમિત્તે એપી પ્લસ એનજીઓ ના વિહાન પ્રોજેક્ટ ના સહયોગથી આર્થિક સ્થિતિ નબળી અને માતાપિતા વિહોણા એચઆઈવી ગ્રસ્ત નાના બાળકો તેમજ વિધવા બહેનો તથા MSM ગ્રુપ ને દિવાળી નિમિતે મીઠાઈ તથા ફરસાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં, જનરલ હોસ્પિટલ એ.આર.ટી સેન્ટર કાઉન્સિલર મયુરસિંહ ચૌહાણ, એ.આર.ટી લેબ ટેકનીશીયન જયેશભાઇ વણકર, એપી પ્લસ એનજીઓ વિહાન પ્રોજેક્ટનાં વેચાતભાઈ રાઠવા, અશ્વિન રાઠવા, તથા રાજીવ રાઠવાનાં આર્થિક સહયોગ દ્રારા 32 જેટલાં એચઆઈવી ગ્રસ્ત લાભાર્થી બાળકો અને વિધવા બહેનો, તથા MSM ગ્રુપને દિવાળી નિમિતે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું.
રેહાન પટેલ છોટાઉદેપુર

