Gujarat

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી 27 હજારની રોકડવાળું બેગ પરત મળ્યું

શહેરમાં તીર્થથી પરત આવેલા યુવાનની બેગ રિક્ષામાં ભુલાઈ જતાં કમાન્ડ કંટ્રોલે તેને શોધી રોકડ રૂા.27 હજાર સહિતની બેગ યુવાનને પરત અપાવી હતી.

જામનગરના સ્મિત કિશોરભાઈ મેહતા જેઓ જામનગરથી કુલ 50 માણસો સાથે રાજસ્થાન વિગેરે જૈન મંદિરોના તીર્થ માટે ગયેલ હોય અને ત્યાથી પરત જામનગર આવ્યા ત્યારે 11:30 વાગ્યે બસમાંથી વિકાસ રોડ ઉતરી રીક્ષામાં બેસી કલ્યાનજી ચોકએ ઉતરેલ હતા અને ઘરે પહોંચતા તેઓને યાદ આવેલ કે રીક્ષામાં તેનુ બેગ ભુલી ગયેલ છે.

જેમાં હિસાબના રોકડ રૂપિયા 27,000 તથા જાત્રામાં ગયેલા 50 માણસોના હિસાબની બુક અને જરૂરી ડોક્યુમેન્ટવાળો બેગ ભુલી જતા જે બાબતે તેણે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા અધિકારી-કર્મચારી દ્વારા અલગ અલગ કેમેરા ચકાસતા અરજદાર રીક્ષા નં. જીજે-10-ટીડબલ્યુ-276 0માં બેસી ઘરે ગયેલનું જણાય આવતા સોફ્ટવેરની મદદથી રીક્ષાનંબર પરથી રીક્ષાના માલિકનો સંપર્ક કરી તેની પાસેથી અરજદારનું આ ચીજ વસ્તુવાળુ બેગ મેળવી અરજદારને ગણતરીની કલાકમાં સોંપી આપ્યું હતું.