Gujarat

ગરાસિયા ગેંગ હાઇટેક બની, ગુગલ મેપથી માહિતી મેળવીને દેરાસર-મંદિરોમાં ત્રાટકતી

અંતરીયાળ વિસ્તાર અને હાઈવે નજીક આવેલા જૈન દેરાસરો અને મંદિરોની ગુગલ મેપ દ્વારા માહિતી મેળવીને રાજસ્થાન ખાતેથી ઈક્કો કારમાં આવી ચોરીને અંજામ આપતી રાજસ્થાનની ગરાસીયા ગેંગના બે સાગરીતોની લોકલ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરીને કુલ 8 ગુનાઓને ડિટેક્ટ કર્યાં છે.

એલસીબીના પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, જૈન દેરાસરોમાં ચોરી કરનારી રાજસ્થાનના સિરોહી જીલ્લાના પીંડવાડા તાલુકાની ગરાસીયા ગેંગ સક્રિય થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ગેંગ મોટાભાગે જૈન દેરાસરો અને મંદિરોમાં પથ્થરો ઘસવાની કામગીરી કરે છે. જેથી મંદિર અને દેરાસરમાં ચઢાવવામાં આવતા આભુષણો,મુર્તી અને દાનપેટી બાબતે સંપુર્ણ જાણકારી મેળવી રાખે છે. જ્યારે આ ગેંગ દ્વારા હાઈવેને અડીને આવેલા દેરાસરો અને મંદિરને જ ટાર્ગેટ બનાવીને મોડી રાતે ચોરી આપતા હોય છે. આ તમામ માહીતીને આધારે એલસીબીની એક ટીમ પીંડવાડા તાલુકાના કુંડાલ ગામે પહોચી હતી. અને ત્યાંથી ગેંગના બે સાગરીત લાલારામ સોહન અને સુનીલાલ સીસોદીયાની ધરપકડ કરી હતી. જ્યારે ગુનામાં વપરાયેલી ઈકો ગાડી પણ કબજે કરી હતી.

આ બંને આરોપીઓ પૈકી લાલારામ કરજણના દેથાણ નજીક આવેલા જૈન દેરાસરમાં પથ્થર ઘસવાની મજુરી કરતો હતો. જ્યારે તેના કામની આજુબાજુ વિસ્તારમાંથી પણ ઘણા લોકો મંદિરમાં પથ્થર ઘસવાનું કામ કરવા ગુજરાત આવતા હતાં. ત્યારે તે હાઈવે રોડ નજીક એકાંત વાળા દેરાસરો જોઈ રાખતો અને ગુગલ મેપ દ્વારા પણ હાઈવે નજીકના દેરાસરોને શોધી રાખીને તેના બીજા સાથીદારોને તેના વાહનમાં લઈ આવી લોખંડના સળિયા, ડિસમીસ, નાની કોસ જેવા સાધનો લઈને મોડી રાતે દેરાસરોના તાડા તોડી આભુષણોની ચોરી કરતો હતો.

દેથાણ-નબીપુરના દેરાસર સહિત 8 ગુનાનો ભેદ ઉકેલાયો

} દેથાણ ગામ નજીકના દેરાસરમાંથી મુર્તીની આંખો, તીલક ઉપર સોનાની પટ્ટીઓ અને રોકડાની ચોરી

} નબીપુર નજીકના દેરાસરમાંથી ચાંદીના છત્તર, જુમર અને રોકડાની ચોરી

} સુરત કામરજ નજીક દાદા ભગવાનના મંદિરમાંથી ચાંદીનો મુગટ,કુંડળ અને રોકડની ચોરી

} વલસાડ નજીકના દેરાસરમાંથી ચાંદીનું છત્તર અને રોકડની ચોરી

} ચાણસ્મા ગામે સાંઈ મંદિરમાંથી ચાંદીનું છત્તર અને પાદુકાની ચોરી

} સિધ્ધપુર હાઈવે પર દેરાસરમાંથી સોનાની આંખો, ભ્રમર, ચાંદીના ટીકા, ચાંદીની આંખો, ભ્રમર, પાટલો અને રોકડની ચોરી

} વટામણ ચોકડી નજીકના દેરાસરમાંથી મુર્તીઓ, ચાંદીના કુંડળ, રોકડની ચોરી

} ઉમરેઠ ગામે મંદિરમાંથી ચાંદીની આરતી, ચાંદીનો બન્ટો, વાડકા, દર્પણ,આંખો,નાનાદડા અને રોકડ રકમ

ગરાસિયા ગેંગ હાઇવેની નજીક હોય તેવાં જ ધાર્મિક સ્થળને ટાર્ગેટ કરતી હતી, 8 ગુના ઉકેલાયા

અંતરિયાળ વિસ્તાર અને હાઈવે નજીક ચોરી કરનારી ગેંગના બે સાગરીતો રાજસ્થાનથી ઝડપાયા

ઝડપાયેલા આરોપીઓનાં નામ

} લાલારામ ગંગારામ સોહન (ગરાસીયા) (રહે-કુંડાલ ગામ,પીંડવાળા,રાજસ્થાન)

} સુનીલાલ ઉર્ફે સીનારામ બાબુલાલ સીસોદીયા ( ગરાસીયા) (રહે-કાલુમ્બરી પંચાયત વરલી,પીંડવાડા,રાજસ્થાન)

ટોળકીના પકડવાના બાકી આરોપીઓ

} લાડુરામ માલારામ સોહન, રહે- વરલી, રાજસ્થાન

} પીપારામ બાબુરામ સોહન, રહે-કુંડાલ, રાજસ્થાન

} લીંબારામ અંબારામ સોહન, રહે- કુંડાલ, રાજસ્થાન

} હુસારામ ડાગર, રહે- સાબેલા ફલી, રાજસ્થાન

} પલ્લારામ હુસારામ સોહન, રહે-કુંડાલ, રાજસ્થાન

} રીગનારામ અંબાજીરામ સોહન,રહે-કુંડાલ, રાજસ્થાન

} પલ્લારામનો મોટો જમાઈ

} હેમરાજ કિશોર સોની, રહે- સદર બજાર, પીંડવાડા,રાજસ્થાન (ચોરાયેલા દાગીનાનો માલ વેચતો અને રાખનાર)

} હિતેશ પુખરાજ સોની, રહે- ગઢવા કોલોની, પીનવાડા, રાજસ્થાન (ચોરાયેલા દાગીનાનો માલ વેચતો અને રાખનાર)