વિશ્વભરમાં અનેક દેશોમાં ભૂકંપનો આંચકો ક્યારેક ક્યારેક આવતો હોય છે અને જ્યારે આ ભૂકંપની તીવ્રતા વધારે હોય ત્યારે અનેકવાર મોટું નુકસાન પણ સર્જાતું હોય છે. જેમાં જાનમાલનું નુકસાન પણ ભોગવું પડતું હોય છે.
ભારતમાં પણ અનેકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. ત્યારે વર્ષો પેહલા ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાથી મોટું જાનમાલને નુકસાન સર્જાયું હતું. ગઈ મોડી રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રાત્રે 10:15 પર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમા ભૂકંપની અસર અનુભવાઇ હતી. મહેસાણા-પાટણ-બનાસ કાંઠા સહિત આબુરોડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આસપાસના વિસ્તારમાં પણ ધરા ધ્રૂજી હતી.
પાલનપુર અને દાંતા તાલુકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સામાન્ય ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રાજસ્થાનના આબુરોડ સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. 4.2 તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હજી સુધી કોઈપણ જગ્યાએ જાનમાલના નુકસાનીના સમાચાર મળ્યા નથી.

