હજુ પણ ગ્રામ્ય સંસ્કૃતિએ મોટે ભાગે એ સંસ્કાર જાળવી રાખ્યા છે. મોતનુ માતમ સૌને હોય તેવી ભાવના હજુ સુધી તો ગ્રામ્ય વિસ્તારોમાં જળવાઈ છે. વાત જાણે એમ છે કે ગત શુક્રવારે ગાધકડા ગામે ગામના સામાજિક અગ્રણી જીવનભાઈ ગોવિંદભાઈ કલાણીયાનું નિધન થવાના સમાચાર બાદ આ સમાચાર સાંભળીને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે કોળી સમાજ અગ્રણી જીવનભાઈ ગોવિંદભાઈ કલાણીયાનું હ્રદય રોગના હુમલાને કારણે નિધન થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તેમના નિધનના સમાચાર સાંભળીને સમસ્ત ગામના તમામ વેપારીઓ સ્વયંભૂ બંધ પાળીને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
આમ ગ્રામ્ય સંસ્કૃતિમાં હજુ પણ શહેરી પશ્ર્ચિમી સંસ્કૃતિનો પવન નથી લાગ્યો. અને આમ ગણીએ તો ગામડાંનાં સ્નેહનિતરતાં સામાજિક તાણાવાણાએ માનવજીવનના ધબકારને ખરાં અર્થમાં ધબકતો રાખ્યો છે.

ગામના સુખે સુખી અને ગામના દુખે દુખી આવી સહિયારી ભાવના હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં મહદઅંશે વ્યાપ્ત જોવા મળે છે. એટલે જ ગ્રામ્ય લોકજીવનની એક અનોખી ઓળખ પ્રસ્થાપિત થતી હોય છે. શહેરીજીવનની ભાગદોડ વચ્ચે હવે ગામડા તરફ પ્રયાણ કરવાનો સમય આવી ચૂક્યો છે એવું અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી

