Gujarat

રાજકોટ શહેરમાં માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને પકડી પાડતી ભકિતનગર પોલીસ.

રાજકોટ શહેરમાં માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને પકડી પાડતી ભકિતનગર પોલીસ.

રાજકોટ શહેરમાં NDPS ના કેસો શોધી કાઢવા ખાસ પ્રકારની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય અને દરેક પોલીસ સ્ટેશનમાં NDPS ના સેલની રચના કરવામાં આવેલ હોય, ગેરકાયદેસર રીતે માદક પદાર્થની હેરાફેરી કરતા તથા સંગ્રહ કરતા ધંધો કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને યુવાધન નશીલા પદાર્થોનુ સેવન કરતા અટકે અને યુવા વિદ્યાર્થી વર્ગ પાયમાલ થતા અટકે તે હેતુથી SAY NO TO DRUGS ની ખાસ ડ્રાઇવ ઝુંબેશ રાખવામાં આવેલ છે. ભકિતનગર પોલીસ સ્ટેશન દ્વારા પ્રકાશભાઇ મકવાણા તથા યુવરાજસિંહ જાદવ ની બાતમી આધારે જંગલેશ્વર શેરીનં-૩૧ આરોપીના રહેણાંક મકાનમાંથી ગાંજાના ૧.૭૩૫ ગ્રામ કિ.રૂ.૮૬,૭૫૦ જથ્થા સાથે એક આરોપીને પકડી પાડવામાં આવેલ છે. ઇમ્તીયાઝ મહેબુબભાઇ પઠાણ ઉ.૨૮ રહે-જંગલેશ્વર શેરીનં-૩૧ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260519-WA0018.jpg