Gujarat

ગૌમાતા ને રાજ્ય માતા નું સન્માન આપવા માણાવદર મત વિસ્તાર ના ધારાસભ્ય અરવિંદ લાડાણી નું સમર્થન..

માણાવદર ખાતે આવેલ પાર્ટી કાર્યાલય પર જાણીતા ગૌ ભક્ત અર્જુન આંબલીયા ની ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે મુલાકાત.
ગાય ને રાજ્ય માતા નો દરજ્જો આપવા માટે ગૌ ભક્ત અર્જુન આંબલીયા એ ધારાસભ્ય શ્રી ને માણાવદર આવેલ પાર્ટી કાર્યાલય ખાતે રૂબરૂ મળીને રજૂઆત કરતા તેઓ દ્વારા તરત જ ગૌમાતા ને રાજ્ય માતા નું સન્માન આપવા માટે મુખ્મંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરી.
તેઓ એ પત્રમાં જણાવ્યું કે ગાય સમગ્ર સંસાર ની કલ્યાણકારી છે. ગાય થી દેશને પ્રાકૃત્તિક કૃષિ , સ્વાસ્થ્ય, આર્થિક, પર્યાવરણ વગેરે જેવા લાભ છે. અને ગાય ને દેશના મોટા ભાગના લોકો માતા તરીકે પૂજા કરે છે. જેથી મહારાષ્ટ્ર ની જેમ ગુજરાત માં ગાય ને રાજ્ય માતા નો દરજ્જો આપવામાં આવે તેવી પત્રમાં તેઓ એ મુખ્યમંત્રીશ્રી ને વિનંતી કરવામાં આવી છે.
આ તકે નિવૃત્ત આર્મી જવાન કનુભાઈ સોલંકી , યુવા આગેવાન , રવિભાઈ બલાસરા, પત્રકાર દીપકભાઈ રાજા  વગેરે લોકો હજાર રહ્યા હતા..
આ પત્ર લખ્યા બાદ સમગ્ર હિન્દુ સમાજ તથા દરેક ગૌ ભક્તો ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણીનો દીલથી આભાર માની રહ્યા છે.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર