Entertainment

કાસ્ટ‍િંગ કાઉચ પર બોલ્યા ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી, ‘હાઇવે વખતે કપડાં બદલતી આલિયા પાસે એક છોકરો આવી ગયેલો’

બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની પ્રથા દાયકાઓ જૂની છે. ઘણીવાર એક્ટર કે એક્ટ્રેસ આ અંગે ચોંકાવનારા ખુલાસા કરતાં જોવા મળે છે. ડાયરેક્ટર-પ્રોડ્યુસર કે એક્ટર પર આરોપ લાગે છે કે તેઓ ફિલ્મોમાં કામ કરાવવાના બહાને ફાયદો ઉઠાવે છે. જેના કારણે ઘણી બદનામી થાય છે.

ફિલ્મ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીએ આ સમગ્ર મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે, ગોવાના પણજી ખાતે યોજાઇ રહેલા IFFI (ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા)ની ઈવેન્ટમાં સામેલ થયેલા ઈમ્તિયાઝના મતે આ બહુ મદદગાર નથી. તેણે કહ્યું કે તે એવી ઘણી સ્ટોરીઓ પણ સાંભળે છે જ્યાં કામના બદલામાં કોમ્પ્રોમાઈઝનો ડર લોકોના મનમાં બેસી ગયો છે.

વધુમાં ઈમ્તિયાઝે કહ્યું- હું હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 15-20 વર્ષથી ડાયરેક્ટર છું. મેં કાસ્ટિંગ કાઉચ વિશે ઘણું સાંભળ્યું છે અથવા તમે જે કહી રહ્યા છો કે જ્યારે કોઈ છોકરી કામ માટે આવે છે, ત્યારે તેને ડર લાગે છે. તો એવું નથી કે જે છોકરી કોમ્પ્રોમાઈઝ કરશે તેને એ રોલ ચોક્કસ મળશે. શોષણ કરનારા ઘણા હશે. જો કોઈ છોકરી ના કહી શકે અને પોતાનું રિસ્પેક્ટ કરશે, તો જ અન્ય કોઈ પુરુષ તેનું રિસ્પેક્ટ કરશે.