જેતપુરની રબારીકા ચોકડી પાસે આજે ગંદા પાણીના ટેન્કરના ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું ટેન્કર નીચે ચગદાઈને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે દોડી જઇને મૃતદેહનો કબજો લઇ આગળની કાર્યવાહી કરી હતી.
બનાવની કરૂણતા એ હતી કે બાઈક ચાલકનો મૃતદેહ એટલો બધો ક્ષત વિક્ષત બની ગયો હતો કે તેને પોટલું ભરી પીએમ માટે સરકારી હોસ્પિટલ લાવવો પડ્યો હતો.
જેતપુરમાં શહેરમાં સાડીઓના કારખાનામાંથી ગંદુ પાણી ભરતા ટેન્કરો બેફામ દોડી વારંવાર અકસ્માતો સર્જે છે. થોડા દિવસો પહેલા જ પહેલા જ યુવકને પાણીના ટેન્કર નીચે યુવકના પગ આવી જતા પગ વિહોણો થયો હતો જ્યારે રબારીકા ચોકડી પાસે એક બાઈક ચાલક યુવાન કારખાના પરથી મજૂરી કામ કરી તેમના કામ હરીપર જતો હતો ત્યારે ગંદા પાણીના ટેન્કરે બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો બાઈક ચાલકનું શરીર છૂંદાઈને અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયું હતું. અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર થયો હતો
બાઈક ચાલકના મૃતદેહને એક પોટલામાં ભરી પીએમ માટે મોકલી અકસ્માતની તપાસ હાથ ધરી હતી. મૃતક તાલુકાના હરીપર ગામના સંજયભાઈ પોપટભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું. જે પોતાના કારખાનેથી મજૂરી કામ કરી અને પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

