Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન થી રસ્તાઓને નુકશાન થાય છે

જેને લઈને ભાજપના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ તેઓના મતવિસ્તાર માં ઓરસંગ નદી માં  ચાલતી ગેરકાયદેસર રેતી ખનન અટકે નહિ તો આંદોલન કરવાની ચીમકી આપી
છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ખાય છે. જેનાથી પુલો અને રસ્તાઓને નુકશાન થાય છે. ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ પાસે બે દિવસ માં તપાસ નો  અહેવાલ ધારાસભ્ય એ માંગ્યો
છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર પાવીજેતપુર સંખેડા બોડેલી જેવા વિસ્તારો  માંથી ઓરસંગ નદી પસાર થાય છે. જયારે ઓરસંગ નદી ની સફેદ રેતી નો કાળો કારોબાર ખનીજ વિભાગના અધિકારીઓની મીલીભગત થી ચાલતો હોવાની માહિતી ધારાસભ્ય જયંતિ રાઠવાને મળતા તેઓના મતવિસ્તારના બોડેલી તાલુકાના ખડકલા- મોટા વાંટાને માંથી પસાર થતી ઓરસંગ નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાથી તેઓ જાતે નદી માં ઉતાર્યા હતા. અને નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ ખાણખનીજ વિભાગના અધિકારીઓને રૂબરૂ બોલાવીને ગેરકાયદેસર ખોદાણ નદી માં રેતી ઉલેચવા માટે કરવામાં આવ્યું હતું. તેને બતાવ્યું હતું જયારે ગેરકાયદેસર રેતી ખનન થી રસ્તાઓ અને પુલો ને નુકશાન થતું હોવાથી ધારાસભ્ય એ ખાણખનીજ વિભાગ ના અધિકારીઓનો નદી માં ઉઘડો લઈને રેતીની લીઝોના હદ અને નિશાન બહાર રેતી ખનન કરવામાં આવ્યું છે.
ત્યારે અધિકારીઓ ધ્યાન આપતા નથી ત્યારે આવી રીતના ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી ને સરકાર ને રોયલ્ટી નો ચૂનો લગાડવામાં આવે છે. જયારે બે દિવસ માં તપાસ નો અહેવાલ ખાણખનીજ વિભાગ સંતોષ કારક નહિ આપે તો ધારાસભ્ય એ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાણખનીજ વિભાગ ના અધિકારીઓની મહેરબાની થી રેતી ખનન થઇ રહ્યું છે. નિયમ મુજબ ત્રણ મીટર થી વધારે રેતી માટે ખાડો કરવાનો ના હોવા છતાંય પાંચ મીટર થી વધારે ખાડા ખોદવામાં આવે છે.
 
જેનાથી નદી ના વહેણ બદલાઈ જાય છે. જયારે ભાજપ ના ધારાસભ્યએ ખનીજ વિભાગ ના અધિકારીઓને સાથે લઈને નદી માં ઉતરતા રેતી ખનન  માફિયાઓમાં ફફળાટ વ્યાપ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં રેતી ખનન થી ભારજ નદી નો બ્રિજ તૂટી ગયો અને હાલ લોકો દુઃખ ભોગવે છે. જેને લઈને ધારાસભ્ય બીજા વિસ્તારો માં આવી પરિસ્થિતિ નું નિર્માણ ના થાય તે માટે રેતી ખનન અટકાવવા માટે મેદાને પડ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર