Gujarat

છોટાઉદેપુરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંતસિંહ પરમાર દ્વારા  દ્વિતીય સત્રની શુભેચ્છા મુલાકાતની પ્રેરણાથી અછાલા ગામના બાળકો અને વાલીઓ સાથે વાલી સંપર્ક કરવાનો અનોખો પ્રયાસ

છોટાઉદેપુરની અછાલા શ્રેષ્ઠ શાળાના બેલનો રણકાર ગામના ફળીયામાં ગુજ્યો..
જિલ્લાના અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકો દ્વારા એક અનોખી રીતે  વાલી સંપર્કનો નવતર પ્રયોગ શાળાના શિક્ષકો દ્વારા શાળાના બેલની સાથે બાઇક રેલી ગામના પટેલ ફળિયા, નદી ફળિયા, ડુંગર ફળિયા, જીતપુરા ફળિયા, ભરકુંડા  ફળિયા અને નિશાળ ફળિયામાં
નવિન દ્વિતીય સત્રની શરૂઆતમાં વાલીને રૂબરૂ મળી બાળકોને શાળામાં મોકલવાના સંદેશા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. બાળકના ઘર અને શાળાનું અંતર ઘટાડવાનો એક નાનકડો નવતર પ્રયોગ શાળાએ ગામનું વિદ્યામંદિર છે,મારી શાળા ,ગામની શાળા,શ્રેષ્ઠશાળા ,સક્ષમશાળા તરફ પ્રયાણ.  શાળાના માધ્યમથી જ વિદ્યાર્થી પોતાના જીવન ઘડતરનો પાયો નાખે છે.
તેમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વ ની રહેલી છે.  વિદ્યાર્થીની જીવન રચના માં ફક્ત શિક્ષક જ નહીં પરંતુ તેના વાલીનો પણ એટલો જ ફાળો હોય છે. તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદસેતુ જળવાય રહે તે ખૂબ જ મહત્વ નું છે. શિક્ષક અને વાલી બંને મળીને બાળકનું ભવિષ્ય ઘડવાનું કામ કરે છે.  નવીન સત્ર શરૂ થાય એટલે શરૂઆતમાં વિદ્યાર્થીઓને શાળાએ આવવું અઘરું લાગે તેના માટે  શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી અને બેલ નાદ સાથે તમામ વાલીઓનો વાલી સંપર્ક કર્યો.આ નવતર પ્રયોગના પરિણામ પણ સારા મળી રહ્યા.
શિક્ષક દ્વારા બાળકોના અભ્યાસ જ નહિ પરંતુ તેના સંપૂર્ણ વિકાસનો ખ્યાલ, તેની સારી અને નબળી બંને બાજુ નો ખ્યાલ વાલી સંપર્ક દરમ્યાન  વાલીને આપવામાં આવે છે.  વાલી સંપર્ક દરમ્યાન દરેક વાલીનો  ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો. તે બદલ શાળાપરિવાર વાલીઓનો  આભાર વ્યક્ત કરે છે. અને આશા રાખીએ છીએ કે આમ જ આપણે સૌ સાથે મળી અને બાળકોના એક ઉજ્જવળ ભવિષ્યની રચના કરીએ.   શાળા પરિવાર માધવભાઈ, ગોવિંદભાઈ, સુરતાબેન, અમીનભાઈ, સંજયભાઈ, ભાવેશભાઇ, ચેતનજી ચોટારા સૌએ ખુબ ઉત્સાહથી વાલી સંપર્કમાં જોડાયા હતાં. શાળાના આચાર્ય પ્રવિણકુમાર પટેલીયાએ પ્રેરણા પુરી પાડી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.