Gujarat

ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા સુકાની તરીકે જગદીશ ઠાકોર

ગાંધીનગર
બિસ્માર હાલતમાં પડેલી ગુજરાત કોંગ્રેસ માં જીવનદાન રૂપે દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા જગદીશ ઠાકોર ના નામની જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં યોજાયેલ ગાંધીનગર મહાનગરપાલિકા ની ચુંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ જાણે સાવ નાદુરસ્ત વિપક્ષ તરીકે ઉભરી આવી હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.
ગુજરાત કોંગ્રેસના નવા સુકાની તરીકે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને કમાન સોંપવામાં આવી છે. જ્યારે વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર થયું છે. જેની પણ ટુંકસમયમાં જાહેરાત થશે. ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદ ચાલી રહ્યો હતો. ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે.દેહગામ વિધાનસભા બેઠક પરથી ૨૦૦૨થી ૨૦૦૭ અને ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી ધારાસભ્ય રહ્યા છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ૨૦૦૯થી ૨૦૧૪ સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે. ગુજરાતના વિપક્ષના નેતા તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પંસદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ ૮ વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં ૫ વખત વિજેતા બન્યા છે. ૭ વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા છે. જયારે વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭માં પાવીજેતપુર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા.પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જ્યંતિ રાઠવા સામે ૪૨૭૩ મતોથી હાર્યા હતા. જાેકે નામ જાહેર થતાં આ વિવાદનો અંત આવશે. રાજકીય પરિસ્થિતિ પ્રમાણે જાેઈએ તો, વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવી વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણ ઉભા કર્યા છે. કોંગ્રેસ ર્ંમ્ઝ્ર અને આદિવાસી નેતાને સહારે આગામી ચૂંટણીરૂપી વૈતરણી તરવા માંગે છે.

jagdish-thakor-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *