Gujarat

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન

છોટાઉદેપુરના  રૂનવાડ આશ્રમ શાળા ખાતે પોક્સો એક્ટ હેઠળ સેમિનાર યોજાયો
છ મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી તા.૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે છોટાઉદેપુરના રૂનવાડ આશ્રમ શાળા ખાતે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત પોક્સો એક્ટની સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ડિસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીની કામગીરી વિશે માહિતી આપવામાં  આવી હતી. બાળ સુરક્ષા એકમના અધિકારી દ્વારા પોક્સો એક્ટ ૨૦૧૨ ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમાજ સુરક્ષા કચેરીના કર્મચારી દ્વારા નશા મુક્તિ અભિયાનની માહિતી પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ હેઠળ રૂનવાડ આશ્રમ શાળાના  કુલ ૨૩૮ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વ્હાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમ લાભાર્થી દીઠ ૧,૧૦,૦૦૦ના મંજૂરી હુકમ તેમજ દિકરી વધામણા કીટ આપવામાં આવી હતી. જેમાં વ્હાલી દીકરી યોજનાની ૩,૩૦,૦૦૦ હજારની સહાય આપવામાં આવી હતી.
આ અવસરે ઉપસ્થિત રૂનવાડ આશ્રમ શાળા આચાર્ય, ગામના સરપંચ ગંભીર ભાઈ, ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, બાળ સુરક્ષા એકમના અધિકારીઓ, મહાનુભાવો સહીત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર