Gujarat

એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીને આયર્નની ગોળી આપવામાં આવી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત આદિજાતિ વિસ્તારમાંથી  એનિમિયા નાબૂદ થાય એવા ધ્યેય સાથે કામ કરવા હાંકલ કરી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં એનિમિયા મુક્ત મિશન અંતર્ગત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને આયર્નની ગોળી આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ  અને જિલ્લા વહીવટી તંત્રના તમામ સરકારી પદાધિકારીઓ અને અધિકારીઓ ઝુંબેશમાં જોડાયા હતા, તેમના સુપરવિઝન હેઠળ શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાને એનીમિયા મુક્ત બનાવવા માટે બોડેલી, નસવાડી, જેતપુરપાવી, કવાંટ, છોટાઉદેપુર અને સંખેડા તાલુકાઓની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને એનિમિયા વિશે સમજણ સાથે આયર્નની ગોળી કઈ રીતે લેવી અને તેમના ફાયદાઓ વિષે પણ સમજ આપવામાં આવી હતી. સાથે શાળાના શિક્ષકોની હાજરીમાં દરેક વિદ્યાર્થીઓને આયર્નની ગોળી આપવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર