Gujarat

જોડિયા મામલતદાર કચેરી ખાતે બાળવિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત કર્મયોગીઓએ શપથગ્રહણ કર્યા

જોડિયા તા.27નવેમ્બર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રીશ્રી દ્વારા આજ રોજ દિલ્હી ખાતેથી બાળવિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી જોડિયા મામલતદાર કચેરી ખાતે હાજર અરજદારો  અને કર્મયોગીઓએ બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કર્યા હતા.
જેમાં સૌએ પ્રતિજ્ઞા લીધી હતી કે 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓનાં લગ્ન થવા દઇશ નહિ. હું કોઈ એવી કોઈ પણ ઘટનામાં ભાગ લઇશ નહિ જ્યાં બાળલગ્ન થઈ રહ્યા હોય, સગીર વયના લગ્નએ સામાજિક દૂષણ અને અપરાધ છે.
તેથી હું પ્રતિજ્ઞા કરું છું કે તેને રોકવા માટે દરેક શક્ય પ્રયત્નો કરીશ, હું મારા રાજ્યને બાળ લગ્ન મુક્ત બનાવવાનો સંકલ્પ કરું છું.આ શપથગ્રહણમાં એમ એમ કવાડીયા મામલતદાર જોડિયા અને શ્રી રોનક ઠોરીયા તાલુકા વિકાસ અધિ જોડિયા સહિત અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા