Gujarat

સાવરકુંડલામાં વૃદ્ધો માટે ચારધામ યાત્રાનું ભવ્ય આયોજન

સાવરકુંડલા સ્થિત ‘સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ’ દ્વારા વૃદ્ધોના સન્માનમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા ‘મા-બાપનું ઘર વૃદ્ધાશ્રમ’ના સંચાલક મનિષા દીદી તેમજ વૃદ્ધાશ્રમ ના તમામ વૃદ્ધો માટે ચારધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન તારીખ ૧  ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાશે. આ દિવસે વૃદ્ધો માટે શાહી ભોજનનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રના ચારધામ યાત્રા માટે પ્રસ્થાન કરવામાં આવશે.
યાત્રા દરમિયાન વૃદ્ધોને દરેક ધામના દર્શન કરાવવામાં આવશે અને તેમને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ યાત્રા માત્ર એક યાત્રા નથી, પરંતુ માનવ સેવાનું એક ઉમદા ઉદાહરણ છે. ટ્રસ્ટ દ્વારા આ પહેલ કરીને વૃદ્ધોને માન-સન્માન આપવામાં આવી રહ્યું છે.
સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ માત્ર વૃદ્ધોની સેવા પૂરતી મર્યાદિત નથી. ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવાઓ, શૈક્ષણિક સેવાઓ સહિત અનેક પ્રકારની માનવ ઉપયોગી સેવાઓ કરવામાં આવી રહી છે.
સમગ્ર અમરેલી જિલ્લામાંથી લોકો ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ ઈરફાનભાઈ ગોરીની સેવાઓને બિરદાવી રહ્યા છે અને તેમને સહયોગ પણ આપી રહ્યા છે.
સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વૃદ્ધો માટે કરવામાં આવેલ આ આયોજન એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. આવા સમાજસેવી કાર્યોથી સમાજમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે.
બિપીન પાંધી સાવરકુંડલા