Gujarat

શ્રી મહિલા અધ્યાપન મંદિરમાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં અમરેલી જિલ્લાના સાયબર સેલ વિભાગ દ્વારા સાયબર અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલીમાર્થી બહેનોને અત્યારના આ ટેક્નિકલ યુગમાં સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનથી થતા ગુનાઓ બાબતે જાગૃતિ કેળવાય એ હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલી સાઇબર સેલમાંથી શ્રી નૈતિકભાઇ તથા શ્રી મીરાંબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે   PPT દ્વારા આ વિષય અંતર્ગત સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય? સાયબર ફ્રોડ થયો હોય તો સુ કરવું જોઈએ? તમામ માહિતી તાલીમાર્થી બહેનોને આપી હતી.
આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ અમરેલી દ્વારા તારીખ ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી વિવિધ સંસ્થાઓમાં યોજવામાં આવે છે તે અંતર્ગત આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના શ્રી હસમુખભાઈ રાઠોડ, હેતલબેન (નારી અદાલત), નજમાબેન, દક્ષાબેન (મહિલા સહાયતા કેન્દ્ર – સાવરકુંડલા) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તાલીમાર્થી બહેનો દ્વારા સાયબર ક્રાઈમ વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જેના જવાબ  શ્રી નૈતિકભાઇ દ્વારા આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્યશ્રી બાબુભાઈ ચાવડા, શિક્ષક શ્રી ડો.રવિભાઈ મહેતા ,ભાવેશભાઈ કાકલોતર અને રેણુકા અરુણાબેન ઉપસ્થિત રહ્યા હતા. એમ રવિ ભાઈ જોષીની એક યાદીમાં જણાવેલ છે. એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા