પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે આજે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રેલીનું પ્રસ્થાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો.કેવલ મોદી, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરનાં જિલ્લા ટીબી-એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, નર્સિંગ કોલેજનાં રંજનબેન રાઠવા સહિત નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ્સ તથા સંજય ભાઈ રાઠવા, કલેસિંગ રાઠવા, પ્રવીણ પટેલ સહિત આઇસીટીસી કાઉન્સિલરો, એસટીઆઇ કાઉન્સિલર અનિલ સુતરીયા, કાઉન્સિલર વેસ્તિયા ભીલાલા,એઆરટી સેન્ટરનાં મેડિકલ ઓફિસર ડો.વિના રાઠવા તથા કાઉન્સિલર મયુરસિંહ ચૌહાણ, અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુરના એસ આઇ રાજુભાઇ રાઠવા સહિત કર્મચારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરનાં કર્મચારીઓ મનહરભાઈ વણકર, પરેશભાઈ વૈદ્ય, ઉત્ત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના સોનલબેન રાઠવા ઉપરાંત વિકલ્પ વુમન ગ્રુપ,એ પી પ્લસ,મોડ ઇન્ડિયા એનજીઓનાં કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
રેલી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે થી નિકળી છોટાઉદેપુર નગરનાં મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભામાં ફેરવાઇ હતી.
જ્યાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એમ ચૌહાણએ એચઆઈવી એઇડ્સ વિશે સ્કીનિગ, અટકાયતી પગલાં અને એચ આઈવી ગ્રસ્ત વ્યક્તિની સારવાર વિશે વિસ્તુત જાણકારી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર