138 જેતપુર પાવી વિધાનસભામાં બોડેલી તાલુકાના ઝડુલી ખેરકૂવા ગામે રીસર્ફેસિંગ રોડનું 35.00 લાખના ખર્ચે બનનાર છે.
જેનું ખાતમુહૂર્ત 138 વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
લોકોની રજૂઆત અને અંતરીયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકાર માંથી મંજૂરી મેળવી રીસરફેસિંગ રોડ 35.00 લાખ ખર્ચે રોડ બનાવવામાં આવશે. અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત તાલુકા પંચાયત સદસ્ય ડો મહકભાઈ,APMC ડિરેક્ટર ચિરાગ પટેલ, વિસ્તારના આગેવાનો,ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર